રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ જુના દેવળીયા ચોકડી પાસે હળવદ પોલીસને ચોકકસ બાતમી મળતા ચાર શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં ૨૦૫ નંગ બોટલ ૩ મોબાઈલ કાર મળી રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસ તંત્રને સંતાકૂકડી રમાડી અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે હળવદ પોલીસના સ્ટેશન પી.આઈ, પી.એ દેકાવાડીયાને ચોક્કસ બાતમી મળતા ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડીયા સંજયભાઈ લકુમ સહિતના પોલીસકર્મીઓ જુના દેવળીયા ગામની ચોકડી પાસે વોચ રાખતા શંકાસ્પદ ફોડૅ ફિગો કાર ને રોકીને તલાશી લેતા જેમાં ઈંગ્લીશ દારૂની ૨૦૫ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ ની બોટલ મોબાઈલ નંગ ૩ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા .ઘુટુના રણજીતભાઈ અજયભાઇ ભાટિયા .રામપરા ના દિનેશભાઈ માધાભાઈ કુંભાર અને અશોકભાઈ મળી કુલ ચાર શખ્સોને પોલીસેએ દબોચી લઈ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ઈંગ્લીશ દારૂના દરોડા પડતા અન્ય બુટલેગરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યા હતો.