રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
દાંતા તાલુકાની અંદર મોટી મોટી ગ્રામ પંચાયતો આવેલ હોય છે તેમાંથી એક રતનપુર ગ્રામ પંચાયત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રતનપુર ગામ જેમાં મોટી મોટી અસ્તીઓ દ્વારા કરવામાં આવતા મોટા મોટા કૌભાંડો તંત્રને ખરી આખે જોવામાં આવતા છતાં કૌભાંડ તેની અંદર મોટું ઘુટાતું રહસ્ય જાણો અમારા આખા હેવાલમાં વિગતવાર અગાઉ પાંચ પાંચ વખત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું સ્પષ્ટ પણ દેખાતું હોય તેવું નરી આંખે દેખાતા કૌભાંડો જોવા મળ્યા હતા અને ચાલુ વર્ષમાં ગંદકીના લીધે મોટો રોગચાળો થાય તેવી ભીતિ સેવાઇ રહેલ છે અને મોટી મોટી હોટલો દ્વારા કે અન્ય માથાભારે લોકો દ્વારા રોડ ચાલીસ ફૂટનો હોઈ અને અત્યારે દસ ફૂટનો થઈ ગયો કોના દ્વારા દબાણ થયેલ હોય તેવું લોક મુખે ચર્ચાનો વિષય બન્યો હતો અને ગામની અંદર અગાઉ પણ રતનપુર ગામની અનેક સમસ્યા જેવી કે ગંદકી રોડ રસ્તા ગટર અને હેડપંપ જેવા અનેક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
તેમાં એકજ હેડપંપ બહાર આવ્યો અને બાકીના હેડપંપ સંતા કુકડી રમી રહ્યા હોય જેવું જાણવા મળ્યું હતી અને જે હેડપંપ બહાર આવ્યો છે તે ઘર માલિકને દંડ આપ્યો છે કે નઈ તે કે પછી ખાલી નામની નોટિસ આપી રતનપુર ગ્રામ પંચાયત પોતાનો બચાવ કરે છે તેવું પણ ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ગામની અંદર અનેક જગ્યાઓમાં પણ મોટા હેડપંપો અદ્રશ્ય થઈ ગયા હોય તેવું લોકોના મુખે સાંભળવા મળ્યું હતું આવા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે તે આવનારો સમયમાં જોવાનું રહ્યું વધુમાં લોકોએ જણાવ્યું હતું કે રતનપુરથી મોટી ટાંકી તરફ જવાના માર્ગ રસ્તો ૪૦ ફૂટનો હતો હાલમાં તે રસ્તો ખાલી માત્ર ૧૦ ફૂટ નો થઇ ગયો છે.
તે કોના દ્વારા આ રસ્તાનું દબાણ કરવામાં આવેલ છે તેવું લોકોએ મૌખિક મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને સિટીસર્વે માંથી માપ થાય તેવુ લોકો દ્વારા જાણવા મળ્યું હતું રતનપુર ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયું હોય તેવું ગામ લોકો દ્વારા સાંભળવા મળ્યું હતું મોટામાં મોટી લોકોને ચિતા હતી કે જે ગામમાં ૧૯૭૦ થી ૧૯૮૦ ની અંદર જે ચાવડી તરીકે સરકાર એ જૂની પંચાયત અને તલાટી ક્રમમંત્રી શ્રી અને સર્કલ સાહેબ બહાર થી અપડાઉન ન કરી શકે અને તેમને રહેવાની માટેની સરકાર દ્વારા સગવડ કરવામાં આવતી હતી અને એક ચાવડી જે પહેલાના જમાનામાં ગાડી ગાડા ન હોય તે માટે સરકારે તેમને પંચાયત માટે બનાવેલ તે પણ ક્યાં અને કઈ જગ્યાએ લુપ્ત થઈ ગઈ હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું તેથી લોકોની ઉગ્ર માંગ હતી કે જુના નકશા પ્રમાણે ફરીથી સરકાર ગામનો સર્વે થાય અને ગામની અંદરના મોટા કૌભાંડો બહાર આવે અને ગરીબો માટે ગામતળ ન હોય તે માટે જો સાચી રીતે સર્વે થાય તો ગામમાં ગરીબો માટે ના પ્લોટ નીકળે તેવી સંભાવના મળ્યું હતું અને આજ દિન સુધી જે પણ વિજ્ઞાપન પ્રકાશિત કરવામાં આવેલ હતું એ પણ સક્ષમ અધિકારી કોઈ ધ્યાન ન લેતું હોય તેવું પણ લોકોએ અમને જણાવ્યું હતું કે તમે જો વિજ્ઞાપન પ્રકાશિત કરશો તો પણ કઇ જ થવાનું નથી કારણ કે ટીડીઓ સાહેબ ને પ્રમોશન મળવાથી તે રતનપુર કે અન્ય ગામ સમસ્યા ઓથી ઘરાયેલુ હોઇ તો પણ તેમાં કોઈ રસ ન લેતા હોય તેવું પણ રતનપુર ગામના લોકો દ્વારા જાણવા મળ્યું હતું સુ ખરેખર આ વાત સાચી છે તેવું પણ લોકો મુખે જોર જોર થી ચર્ચાનો વિષય બન્યો હતો સુ આ વિજ્ઞાપન ના આધારે તંત્ર જાગશે ખરું કે પછી આગળની જેમ રહસ્યો અંદર ના અંદર ગુટાતુ રહેશે તેવું લોકોએ જણાવ્યું હતું અને રતનપુર ગામના લોકોએ એમ પણ જવ્યું હતું કે જે મોટો દબાણો થયા છે તે ચાલુ સરકાર ના મોટા કાર્યકરતા ધરાવતા મોટા માથા હોય અને તેમનું દબાણ ખાલી ન થાય એ ઉપર ગાંધીનગર થી પ્રેસર લાવી અને દબાવી દેવામાં આવે છે તેવું પણ ગામ લોકોમાં જોર પકયું હતું સુ ગરીબ જનતાને ન્યાય મળશે ખરા ફરી પાછું ફાઇલ બનાવી માળીએ ચડાવી દેવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે હવે જોવાની રહ્યું કે તંત્ર પગલાં લેશે પછી તેવું ને તેવું રહેશે તે જોવાનું રહ્યું છે.