નર્મદા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલો વરસાદ..

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લામાં તા.૧૨ મી જુલાઇ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં-૨૮ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૨૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૧૯ મિ.મિ., અને તિલકવાડા તાલુકામાં-૧૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૮૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૮૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૮૧ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૨ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૪૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૫૨ મીટર, કરજણ ડેમ- ૯૯.૬૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૮૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *