રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
રૂ.૪૦,૯૦૦ નો મુદામાલ કબ્જે કરી ચાર શખ્સો વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધાયો.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર મયુરસિંહ જાદવ પોલીસ સ્ટાફ સાથે સાલીયા આઉટ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ હાઇવે પર આવેલ ચામુંડા હોટલ પાસેથી બે ઈસમો કોલેજ બેગમાં હાથ બનાવટના કારતુસ લઈને રીક્ષા ભાડે કરીને તે રીક્ષામાં બેસીને ગોધરા તરફ જવા નીકળ્યા છે, આ અંગેની બાતમીના આધારે સાલીયા ચેક પોસ્ટ પરના પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એસ.બારીયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર મયુરસિંહ જાદવ સહીતનો પોલીસ ટીમ વોચ હતી, તે સમય દરમિયાન એક રીક્ષા આવતા તેને રોકી રીક્ષા ચાલક સહીત પાછળનક ભાગે અન્ય બે ઈસમો બેઠેલ હતા જેઓનું નામઠામ પુછતા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાનો સુનિલકુમાર બાબુલાલ ખેરાજરામ બિસ્નોઈ અને અશોકકુમાર છોગારામ તેજારામ બિસ્નોઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ઈસમોના હાથમાં કાળા કલરના કોલેજ બેગમાં શું ભરેલ છે.
તે બાબતે પૂછવામાં આવતા તેઓએ સંતોષકારક જવાબ ન આપતા બેગમાં તપાસ કરતા એક બેગમાંથી દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ મળી આવી હતી, જ્યારે બીજી બેગમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ ૧, જીવતા કારતુસ નંગ ૭ તેમજ ખાલી મેગેજીન નંગ ૧ મળી આવી હતી.જે મળી આવેલ પિસ્ટલ અને કારતુસ અંગે આધારપુરાવા રજૂ કરવા કહેતા બંનેએ ગલ્લાતલ્લા કરી કોઈ આધારપુરાવો નહીં હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત ઈસમો પાસેથી દેશી હાથ બનાવટની ૩ પિસ્ટલ, ૭ જીવતા કારતુસ અને ખાલી મેગેજીન સાથેસાથે બે મોબાઈલ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ રોકડ રકમ રૂ.૭૦૦ મળી કુલ રૂ.૪૦,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી સુનિલકુમાર બાબુલાલ ખેરાજરામ બિસ્નોઈ અને અશોકકુમાર છોગારામ તેજારામ બિસ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ઝડપાયેલ ઈસમોની પુછપરછ કરતા આ દેશી હાથ બનાવટની પિસ્ટલ, કારતુસ અને મેગેજીન રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના બાબુલાલ ગોરસિયા પાસેથી લઈને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના સાંચોરના સચિન વિરધારામ વગતારામ બિસ્નોઈને આપવા જતા હોવાનું જણાવ્યું હતું, જેથી સુનિલકુમાર બાબુલાલ ખેરાજરામ બિસ્નોઈ, અશોકકુમાર છોગારામ તેજારામ બિસ્નોઈ, બાબુલાલ ગોરસિયા અને સચિન વિરધારામ વગતારામ બિસ્નોઈ આ ચારેય ઈસમો વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો નોંધી અન્ય બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.