રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરાના ઉંટવડ ગામે રહેતા ૨૦ વષૅય યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરત ની છે સુરત થી બાબરાના ઉંટવટ ગામે આવેલ જેને તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ હોય તેને તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણો જોવા તે સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ગયેલ ત્યા તેની લેબોરેટરી કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બીજો એક કેસ બાબરાના દરેડ ગામે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેને તાવ શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળતા તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ ત્યા તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે એક જ દિવસમા 2 કોરોના કેસ નોંધતા તંત્ર દોડતું થયું હતું બાબરા શહેર મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર .ડો.વિરાટ અગ્રાવત ,એ .ટી .ડી .ઓ. કે .યુ .ભરાડ ,પી .આઈ ગોહિલ સાહેબ ,તાલુકા સુપર વાઈઝર, રાજેશભાઈ સલખના ,ડો .અક્ષય ટાંક ,ડો .પરાગ બુધેલીયા ,ગોલભાઈ સહીત ના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગ ની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.