રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સંજીવની નેચરલ અને જાન્સ ગ્રુપ તેમજ શિવમ ચક્ષુ દાન દ્વાર માંગરોળ મુરલીધર વાળી ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા રક્તદાન કરવાં આવેલ તેમજ શહેરના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પની માંગરોળ મામલતદાર બેલડીયા તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ના ડો.એન.જી.ડાભી દ્વારા બ્લડ ડોનરોની મુલાકાત લીધી હતી અને એકજ પરિવારના કેતનભાઈ નરશાણા ના પરિવારના ત્રણે સભ્યોએ પતિ પત્ની અને તેમના અઢાર વર્ષના પુત્રએ રક્તદાન કર્યું હતું તેપણ એક મહત્વની બાબત છે જે આપણાં એક રક્તદાન થી કોઈનો જીવ બસે એનાથી મોટું પુણ્ય કોઈ હોયજ ના શકે કેમ્પમાં ભાગ લેનાર બાલ્ડ ડોનરોને પ્રમાણ પત્ર તેમજ માસ્ક અને પક્ષીને પાણીના કુંડા અને માળા આપવામાં આવ્યા હતા.
મહત્વ પૂર્ણ એ હતું કે આજના યુગમાં મહિલાઓ પણ પાછળ ના રહે અને પોતાની શકિતી બળવાન છે તેવું સાબિત કરી મહિલાઓએ પણ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું. આ કેમ્પ માં બ્લડ એકઠું કરી માત્રને માત્ર થેલેસેમિયા ના દર્દીઓને વિના રક્તદાન પુરૂ પાડવા અને થેલેસેમિયા ના દર્દીઓને બ્લડના કારણે હેરાન ન થવું પડે તેમાટે આ રક્તદાન કેમ્પનું આયોજન જારવામાં આવેલ જેમાં ૧૧૧ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જેમાં માંગરોળ સંજીવની નેચરલના પ્રમુખ નરેશ ગૌસ્વામી નીલેશ રાજપરા મંત્રી જાન્સ ગ્રુપના ગુણવંત ભાઈ સુખાનંદી વિશ્વ હિન્દુ પરિસદ જિલ્લા પ્રમુખ વિનુભાઈ મેસવાણીયા હરિષભીઈ રૂપરેલીયા અને પત્રકાર મિત્રો સહિત ના યુવા કાર્યકરોએ ભારે જાહેમત ઉઠાવી હતી.