રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સોમવાર થી રાજપીપળા ની તમામ દુકાનો સવારે ૭ થી બપોર ના ૨ સુધીજ ખુલ્લી રાખવાનો નિર્ણય
હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના કારણે સરકારે લોકડાઉન બાદ અનલોક ની જાહેરાત કર્યા બાદ થોડાક દિવસો થી દેશ માં કોરોના ના કેસ ની જાણે રાફડો ફાટ્યો હોય જેમાં નર્મદા જિલ્લા માં પણ રોજ નવા મવા પોઝીટીવ કેસ ની સંખ્યા વધતા આ બાબત ચિંતા નો વિષય બની છે.લોકોને થોડીક છૂટછાટ મળતા જ બિન્દાસ બની કોરોના સંક્રમણ ની પરવાહ કર્યા વિના ફરતા હોય જે બાબત આ તબક્કે ગંભીર છે ત્યારે તંત્ર ગમે તેટલી છૂટછાટ આપે પણ રાજપીપળાના સમસ્ત વેપારી મંડળે હાલમા કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ સોમવાર થી રાજપીપળા ના તમામ વેપારી મિત્રો એ ગ્રાહકોના સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી બજારો ચાલુ રાખવા ત્યારબાદ પોતની દુકાનો ફરજિયાત બંધ રાખવાનો નિર્ણય લીધો છે.