રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
આંબરડી સફારી પાર્કનાં વિકાસ હીરપરાની સફળ રજુઆત આબરડી લાઈન સફારી પાર્કનાં વિકાસ માટે ૧૯ કરોડ મંજુર પ્રવાસીઓ માટે આગામી દિવસોમાં આધુનિક સુવિધાઓ ઉભી થશે.
વિજયભાઈ રૂપાણીજવાહરભાઈ ચાવડા હીરેન હીરપરા નો નો નો ફોટો ફોટો ફોટો અમરેલી જિલ્લાનાં ધારી પાસે આવેલા એસીયાટીક લાઈન એવા સફારી પાર્કના વિકાસ માટે ધારી તાલુકા ભાજપના આગેવાનોની રજુઆત જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા સમક્ષ થતા આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , વન મંત્રી ગણપતભાઈ વસાવા અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સમક્ષ રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને રાજય સરકાર દ્રારા આંબરડી લાઈન સફારી પાર્કનાં વિકાસ માટે ૧૯ કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી છે.
તેમજ આંબરડી સફારી પાર્કના વિકાસ નાં કામો કરવા માટે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે.આમ અમરેલી જિલ્લાની રજુઆત સફળ રહી છે. ધારી અને ખાંભા તાલુકો એ ઈકોસેન્સેટીવ ઝોનમાં આવતા તાલુકાઓ છે.આ બંને તાલુકાઓ માત્ર કૃષિ આધારીત તાલુકાઓ છે . આ તાલુકાઓમાં અન્ય કોઈ વિકાસની ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી લોકો સતત રોજગારી માટે સ્થળાંતર કરી રહયા છે.આવા સમયે ટુરીઝમનાં વિકાસ થકી લોકોને રોજગારી આપવા માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા તેમજ ધારી અને ખાંભા તાલુકા ભાજપના આગેવાનો દ્વારા અવાર નવાર રાજય સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી રહી છે કે આ બંને તાલુકાઓને ઈકોસેન્સેટીવ ઝોનમાંથી મુકિત આપવી અથવા ટુરીઝમ ક્ષેત્રે આ બંને તાલુકાઓનો વિકાસ થાય તે માટે યોગ્ય નવી પોલીસી બનાવીને આ બંને તાલુકાઓ ટુરીઝમમાં સમાવેશ કરવો તેવી માંગણીઓ થયેલ છે . રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે જયારે સફારી પાર્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું . ત્યાર બાદ આ સફારી પાર્કમાં પ્રવાસીઓને આર્કષવા માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે અવાર નવાર રજુઆતો કરવામાં આવી હતી .
ધારી તાલુકા ભાજપ પ્રમુખ જિતુ જોષી , મહામંત્રી વિપુલ બુહા , અશ્વિન કુંજડીયા , ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અતુલ કાનાણી અને ધારી ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ જિજ્ઞેશગીરી ગોસાઈ , તાલુકા ભાજપના આગેવાનો દ્વારા આ બાબતે જિલ્લા પ્રમુખ હીરેન હીરપરા સમક્ષ આંબરડી સફારી પાર્કનાં વિકાસ માટે રજૂઆતો રાજય સરકારમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રજુઆતો કરાતા આંબરડી સફારી પાર્કનાં વિકાસ માટે ૧૯ કરોડ જેવી રકમ મંજુર કરી તેમના ટેન્ડર પણ પાડવામાં આવ્યા છે એટલે આગામી દિવસોમાં આંબરડી સફારી પાર્કનો વિકાસ થતા પ્રવાસીઓને અનેક પ્રકારની સુવિધાઓમાં વધારો થશે અને પ્રવાસીઓ વધારે સફારી પાર્કની મુલાકાતે આવતા સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો પણ ઉભી થશે.આ બાબતે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , વન મંત્રી ગણપતભાઈ વસાવા અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનો જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ આભાર માન્યો છે.