રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
વર્ષો થી પાણી ભરાવાની સમસ્યા થી હેરાન થતા વેપારીઓ….તંત્ર નિષ્ક્રિય…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે વર્ષે દહાડે અનેક યાત્રિકો મુલાકાતીઓ ની અવાર જવર થાય છે ત્યારે અંબાજી મંદિર દ્વારા મંદિર તેમજ આસ પાસ નાં વિસ્તારો ને વિશ્વસ્તરે નવી સુવિધાઓ થી યુક્ત બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય છે પરંતુ અંબાજી ગામ ના વહીવટ ગ્રામ પંચાયત હસ્તક ચાલતો હોવા થી ગામ નાં અનેક પ્રશ્નો વર્ષો થી પડતર રહેલા છે.જેમાં રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો માં ગટર અને પાણી નાં ભરાવા તેમજ નિકાલ ની સમસ્યા વર્ષો થી જેમ ની તેમ છે જે માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર નાં પેટ નું પાણી હાલતું નથી .
તાજેતર માં જ ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતાં ની સાથેજ ગામ ના અમુક રહેણાંક વિસ્તાર માં પાણી ભરાવા ની સમસ્યા થી રહેવાસીઓ વર્ષો થી હેરાન થયી રહી છે ત્યારે બીજી તરફ હાઇ વે તેમજ ગામ ના બજાર તરફ નાં વિસ્તાર માં પણ પાણી ભરાવાની સમસ્યા વર્ષો થી ચાલી રહી છે. હાઇ વે પર નાં ભાવની પેટ્રોલ પમ્પ ની બાજુ માં આવેલા ભાવની કોમ્પલેક્ષ માં નીચે નાં ભાગે ચા નાસ્તા અને જમવા ની હોટેલ તેમજ અન્ય દુકાનો આવેલી છે જ્યાં વરસાદ પડતાં ની સાથેજ પાણી ભરાવા લાગે છે.અને પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા પંચાયતી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી .આ વિસ્તાર માં આવેલી વાણિજ્યક દુકાન નાં માલિકો દ્વારા અનેક વાર પંચાયત માં રજૂઆતો કરવા માં આવેલ છે તેમ છતાં પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પાણી નિકાલ નાં થવાના લીધે પાણી દુકાનો માં ભરાઈ જાય છે તેમજ આવતા જતા લોકો ને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. જેના લીધે અમુક વાર ખાડા માં પડી જવાની ઘટના પણ બનતી હોય છે.સત્વરે પંચાયતી તંત્ર હવે જાગે અને પ્રજા ની સમસ્યા નો નિકાલ કરે તે યોગ્ય છે.