રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા પોલીસ વડા હિમકરસિંહે દારૂ જુગાર ના વેપલા પર સતત નજર રાખવા દરેક પો.સ્ટે.ને કડક સૂચના આપી હોય પોલીસ આ બાબતે બાઝ નજર રાખી રોજ આવા તત્વો ને ઝબ્બે કરે છે ત્યારે ગઈકાલે પણ નાંદોદ ના પ્રતાપનગર ની સીમ માં જુગાર પર છાપો મારી બે મહિલા અને બે પુરુષ ને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે બે જુગારીયાઓ ફરાર થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે પ્રતાપનગર સીમ માં છાપો મારતા ત્યાં જુગાર રમી રમાડતા દરમ્યાન (૧) સંજયભાઇ મનસુખભાઇ વસાવા,રહે.પ્રતાપનગર, (૨)અમીનભાઇ અરવિંદભાઇ વસાવા,રહે.ટીબી(૩) પુષ્પાબેન શીતલભાઇ વસાવા રહે. પ્રતાપનગર અને (૪)મથુરીબેન નરેશભાઇ વસાવા રહે. પ્રતાપનગર તેમની અંગઝડતી દરમ્યાન રોકડા રૂપિયા.૮૭૨૦/- તથા મોબાઇલ નંગ-૨ની કિ.રૂ.૨૦૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા.૨૬૦૦/-તથા મો.સા. નંગ-૨ કિ.રૂ.૩૫,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૪૮,૩૨૦/- સાથે પકડાઇ ગયા હતા જ્યારે (૫) ભુપેંદ્રભાઇ ભરતભાઇ વસાવા રહે. ટીબી તેમજ(૬) સુમનભાઇ વસાવા જેના પુરાનામની ખબર નથી રહે.તવડી તા.ઝગડિયા જી.ભરૂચનાઓ નાશી જતા તેની શોધખોળ શરૂ કરી હતી.આ કેસની તપાસ આમલેથા પો.સ્ટે.ના પીએસઆઇ એસ.ડી.પટેલ કરી રહ્યા છે.