રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના તણખલા ના મેઈન રોડ પર આવેલી સિવગંગાટ્રેડર્સ નામની દુકાન માં પાછળ થી ચોરી કરવા પેઠેલાં ચોરો એ આશરે ૧.૦૦.૦૦૦ જેવી ચોરી કરી છે તે ઘટના સીસીટીવી માં કેદ થવા પામી છે.આ દુકાન તણખલા ના તણખલા ગોયાવાટ રોડ તેમજ ગ્રામ પંચાયત આવેલી છે અને ચાર રસ્તા આવેલા છે અને સામેજ ૧૦૦ મિટર દૂર પોલીસ સ્ટેશન આવેલું છે ત્યારે પોલીસ સ્ટેશન થી ૧૦૦ મીટર દૂર આવેલી દુકાન માં ચોરી થતા લોકોમાં ભય નો માહોલ જોવા મળે છે ત્યારે તણખલા ના ચાર રસ્તા પર ચોરી થાય તે બાબત પોલીસ ની કામગીરી પર અનેક સવાલો પેદા કરે છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી તણખલા ના ગ્રામજનો ની માંગ છે.