રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ગઈકાલના રોજ રાત્રીના સમયે બીનવારસી હાલતમાં એક વૃદ્ધ મહીલા મળી આવતા તેને પી.આર.સી મારફતે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ મુક્તાબેન ઘીરજલાલ રાઠોડ રહે. ગુંદાવાડી – ૨૬ રાજકોટ વાળા હોવાનું જણાવેલ અને પોતે ભુલા પડી ગયેલ હોવાનું જણાવતા હોય જેથી તપાસ કરતા વૃદ્ધ મહીલાના વાલી વારસ મળી આવતા તેઓને સંપર્ક કરી આજરોજ વૃદ્ધ મહીલા મુક્તાબેન ધીરજલાલ રાઠોડ ને તેના ભત્રીજા પરેશભાઇ ભગવાનજીભાઇ ટાંક રહે . ગુંદવાડી – ૧૬ પલંગ ચોક રાજકોટ વાળા ને સોપી વૃદ્ધ મહીલા મુક્તાબેન ધીરજલાલ રાઠોડ ને તેના ઘરે પહોચાડી આપેલ અને પોલીસ પ્રજા નો મિત્ર છે તે સુત્ર સાર્થક થયેલ છે.