રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ જોરુભા ની ચોકસ બાતમીના આધારે (૧) રમેશભાઈ રાજાભાઈ વાજા (૨) મુકેશભાઈ માંડણ ભાઈ (૩) પુજાભાઈ દેવશીભાઇ બાંભણીયા (૪) નાનુભાઈ મુળુ ભાઈ વાળા તમામ ઉના તાલુકાના ખડા ગામના રહીશ ને જાહેરમાં પૈસા પાનાથી તીન પત્તી નો હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા રોકડ રૂ. ૧૦૧૨૦/ નાં મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરી નવાબંદર મરીન એ.એસ.આઇ. એચ.કે.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.