રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામમાં વરસાદ પડતા ગામના મુખ્ય રસ્તાઓ પરકોટા વિસ્તાર માં પાણી ભરાયા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી અને વરસાદી પાણી ઉભરાતી ગટરોના પાણી પણ મિક્સ થાય છે વિરમગામમાં બારેમાસ ચોમાસા ના પાણી ને કારણે વિરમગામના મુખ્ય રસ્તા અને પરકોટા વિસ્તારમાં પાણી ભરાયા રાહદારીઓ અને રહેણાંક વિસ્તારની આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરો ના હિસાબે બારેમાસ ચોમાસા જેવી પરિસ્થિતિ હોય છે પરંતુ ચોમાસામાં પાણી ના નીકાલ ની કોઈ વ્યવસ્થા ન હોવાથી અમુક રોડ રસ્તા અને મોહલ્લા ઓ સોસાયટી વિસ્તારો માં પાણી ભરાઇ જવાથી લોકો ત્રાહિમામ ત્તત્ર ને આની જાણ છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જાયે તો જાયે કહાં રજૂઆત કરવી તો કોને કરવી અને આ સમસ્યા હલ થશે કે નહીં તે તો આવનાર સમય બતાવશે.