રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાંથી મોરબીના તળાવીયા શનાળા ગામના વૃદ્ધની લાશ મળી આવી હતી. લાશ મળી આવવાના બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા નર્મદા કેનાલમાંથી લાશને બહાર કાઢી બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દો ડીજે લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા ની તજવીજ હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના બ્રાહ્મણી-૨ ડેમ પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં આજે બપોરના કોઈ વૃદ્ધની લાશ તરતી હોવાનું ત્યાંના આજુબાજુના ખેડૂતોને ધ્યાને આવ્યું હતું જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ લાશને બહાર કાઢવામાં આવી હતી અને બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસમાં આ લાશ મોરબી ના તળાવીયા શનાળા ગામે રહેતા પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ ચીખલીયા નામના વૃધ્ધની હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ લાશનો કબજો લઈ પી.એમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.