અરવલ્લી: મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

અરવલ્લી જિલ્લા સહિત રાજયના ખેડૂતોને ગુજરાત આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાથી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના ઉમદા હેતુસર મીડિયમ સાઇઝના ગુડૂઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ બન્ને યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના ખેડૂતો પોતાની અરજી તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર કરી શકશે.

પોતાના ખેતર પર પાક સંગ્રાહક સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થીઓ આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ ઇ- ગ્રામ સેન્ટર મારફતે અથવા જયાં પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટ સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. ખેતીવાડી ખાતાની તાલુકા કચેરીમાં પણ ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન અરજીની પ્રિન્ટઆઉટ મેળવી, સહી કરી સાધનિક કાગળો સાથે જે તે સેજાના ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારીને આપવાના અથવા સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી/પેટા વિભાગીય અધિકારીની કચેરી ખાતે રજુ કરવાની રેહશે. અરજી સાથે અનુ.જાતિ/અનુ.જનજાતિનું પ્રમાણપત્ર ( લાગુ પડતું હોય તો), આઈ-ખેડૂત પોર્ટલ સિવાય અરજી કરેલ હોય તો ૮-અ ની નકલ, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક ( આધાર સીડેડ) અને સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્રક આપવાના રેહેશે. આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂતોને તેઓની જમીનના ૮- અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને અન્ય ખાતા ધારકોની સંમતિને આધિન લાભ મળવાપાત્ર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *