રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના આઝાદચોક વિસ્તાર માં રહેતા ૫૦ વર્ષીય હરિકિશન અશોકભાઈ મોદી એ કોરોના ને માત આપી સાજા થતા આજુબાજુ ના રહીશો એ ફૂલો નાખી સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી ના આઝાદચોક વિસ્તાર ના 50 વર્સીય કોરોના દર્દી સ્વસ્થ થતા તેઓને આજે વડોદરા શહેર ની ખાનગી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના દર્દી ઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે નસવાડી ના આઝાદ ચોક વિસ્તાર મા રહેતા ૫૦ વર્ષીય હરિકિસન ભાઈમોદી ની તબિયત લથડતા તેઓને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેઓના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વડોદરા શહેર ખાનગી હોસ્પિટલ માં કોરોના સારવાર લઈ રહેલા ૫૦ વર્ષીય હરિકિસન ભાઈ સ્વસ્થ થઈ ઘરે પરત આવતા જ આઝાદચોક વિસ્તાર ના લોકો એ ફૂલો નાખી સ્વાગત કર્યું હતું.