નર્મદા: પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે પ્રથમ ઉચ્ચત્તર ધોરણ આપવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની સી.એમને રજુઆત.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ,સાથે સંલગ્ન છે.ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ,એ રાષ્ટ્રિય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ હોય અ.ભા. પ્રા.શિ. સંઘ,એ ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એકમાત્ર સંગઠન છે.અ.ભા.શિ.સંઘ, ૨૫ રાજયોમાં લગભગ ૨૩ લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે. ત્યારે શિક્ષણ ની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણના સારા પરિણામો મેળવવા વિગેરે બાબતો માટે આ સંગઠન રાજય કેન્દ્ર સરકાર તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગે છે કે સમગ્ર રાજયમાં સને.૨૦૧૦ પછી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા તમામ શિક્ષકોને સળંગ નોકરી ગણતા ૯ વર્ષનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળે,હાલમાં ૨૦૧૦ પહેલા ભરતી થયેલા શિક્ષકો ૪૨૦૦/- ગ્રેડ-પે પ્રમાણે મળે છે અને હવે ૨૦૧૦ પછીની ભરતી પામેલા શિક્ષકોને ૨૮૦૦/- પ્રમાણે ચુકવણી કરે છે. જે અન્યાયી નિતિ છે. એક જ વર્ગ ના કર્મચારીઓ હોવા છતા બન્ને વચ્ચે ભેદભાવ રાખીને ભાગલા પાડવાની નિતિ રાખીને સરકાર કારણ વગર વિવાદ છેડે છે, એમ લાગે છે. જે યોગ્ય નથી.સમાન કામ સમાન વેતન, આજ સરકારનું સુત્ર હોય માટે આ અન્યાયી નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦/- ગ્રેડ-પે પ્રમાણે ચુકવવામાં આવે એવી રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *