રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં ફરી એક વખત વરસાદની ધીમે ધારે શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા અંદર પણ વરસાદ વરસી રહ્યો છે પરંતુ હળવદમાં ઘણા દિવસથી વરસાદ આવ્યો જ ન હતો ત્યારે આજે સવારથી જ વરસાદી વાતાવરણની વચ્ચે ધીમે ધીમે વરસાદની શરૂઆત થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે. બાળકો વરસાદી પાણીમાં નાહી ને આનંદ માણી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી.