રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ગતરોજ સાંજે ૦૫ કલાકે ભૂતપૂર્વ છાત્રોનું ઓનલાઇન સમ્મેલન યોજાયું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર, માર્ગદર્શક તરીકે કુલસચિવ ડો. દશરથ જાદવ તેમજ આયોજક તરીકે યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિત કુમાર પટેલ અને સંસ્કૃત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા એ ઉદ્બોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પરિસરના ૧૬૦ જેટલા ભૂતપૂર્વ છાત્રોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને ઓનલાઇન કાર્યક્રમમાં ૬૫ જેટલા છાત્રો અને અધ્યાપકોએ હાજરી આપી હતી. ભૂતપૂર્વ છાત્રોએ આ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી યુનિવર્સિટી પ્રત્યે લાગણીઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે વિપુલભાઇ જાદવે આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.