રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થતાં ખેડૂતો મોંઘા બિયારણ લાવી ને પોતાના ખેતરમાં વાવણી કરી હોય ત્યારે ખેડૂતોને શરૂઆતથી યુરીયા ખાતરની છોટાઉદેપુર જિલ્લામાં અછત હોય. ને ચોમાસામાં વરસાદ સમયે સમયે થતા પાકને જરૂરી એવા યુરિયા ખાતરની જરૂર પડે છે . ત્યારે ખાતર દુકાનો માં આવે છે પણ ક્યારે પૂરું થઈ જાય છે ખબર પડતી નથી. ખેડૂતો ને વિલા મોઢે ઘરે જવું પડે છે. નસવાડી તાલુકામાં ૨૧૨ ગામ આવેલા છે. કેટલાક દિવસોથી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે નસવાડી બજાર માં ખાતર ની દુકાન ઉપર ધક્કા ખાતા હોય છે. ખેડૂતોને છુટ્ થી ખાતર મળી રહે તે માટે છોટાઉદેપુર જીલ્લા તંત્ર કોઈ નક્કર પગલા લે તેવી ખેડૂતોની માંગ છે. નસવાડી તાલુકામાં આવેલા ગુજકો માર્સલ ગોડાઉનમાં આદિજાતિ વિકાસ યોજના હેઠળ એ.ડી.પી પ્રોજેક્ટ હેઠળ તાલુકા પંચાયત થી યાદી પ્રમાણે ૧,૫૬૩ લાભાર્થી ને કીટ આપવામાં આવી રહી છે. તેમાં પણ બીજા લાભાર્થીઓ ની તાલુકા પંચાયત માંથી બાકી યાદી આવેલ ના હોય તેવા ખેડૂતો ને ખાતર ના મળતા, હેરાન થાય ને યુરિયા ખાતર ના મળતા ખેડૂતો કોને ફરિયાદ કરવા જાય.