રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માં ૨૧૨ ગામ નું મુખ્ય મથક નસવાડી હોઈ ત્યારે જે રીતે ડભોઇ,બોડેલી મા કોરોના વાઇરસ ને લગતા કેસ આવ્યા છે ત્યારે તે વિસ્તાર મા દુકાનો બંધ રાખવા બાબતે ચર્ચા ઓ ઉઠી છે જેની અસર સાથે અફવાઓ હવે નસવાડી ટાઉન મા ફેલાઈ છે ત્યારે નસવાડી વેપારી મંડળ ના પ્રમુખ હાજી સલીમ ભાઈ આકબાની દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે કે અફવા પર ધ્યાન આપવું નહિ નસવાડી માં દુકાનો વેપાર રાબેતા મુજબ સરકાર ની ગાઈડલાઈન મુજબ ચાલુ રહેશે સાથે નસવાડી ટાઉન મા હાલ દુકાનો ખુલે છે પરંતુ ગ્રાહકો હોતા નથી જેને લઈ બપોરબાદ તો માર્કેટ સુમસામ ભાસતું હોઈ છે .
જો દુકાનો બધ રખાય અને અને એક સમય નક્કી થાય તો લોકો પછી એકસાથે ભારે ભીડ સાથે ખરીદી કરવા નસવાડી આવે અને કોરોના વાઇરસ નો સંક્રમણ નો ખાતરો હોઈ ત્યારે દુકાનો બધ રાખવાથી કોઈ ફાયદો નથી બસ મોઢાપર માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઇઝર ના ઉપયોગ સાથે સાવચેતી રાખી વેપાર કરવાની સરકારે છૂટ આપેલ છે તે રીતે દુકાનના વેપાર ચાલુ રાખવા ચર્ચા થઈ હતી.