રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ માં ગુજરાત માં ૧૭ તાલુકા વિકાસ અધિકારી ની બદલી થવા પામી હતી જેમાં કવાંટ તાલુકાપંચાયત મા છેલ્લા ૨૩ માસ થી ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાની બદલી દાહોદ તાલુકા પંચાયત માં થતા તેઓ નો વિદાઈ સમારંભ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લાવિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત સ્ટાફ સહિત કવાંટ તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ ટી.ડી.ઓ તાલુકાપંચાયત ઓફિસર સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહી તાલુકા જિલ્લામાં થી વિદાય લેનાર ભાવેશ વસાવાને ભાવ વિભોર થઈ વિદાય આપી હતી.