રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના ખેડૂત હીરા ભાઈ જેઠા ભાઈ મકવાણા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભકિતનંદન દુકાન ના વેપારી પાસેથી ઉપાડ પેટે ૧૦ હજાર રૂપિયા લેવા આવેલ હતા પૈસા લઈને યાર્ડમાંથી બહાર રોડ ઉપર આવતા અને વાહનની રાહ જોઇને ઊભા હતા તે દરમિયાન ધાંગધ્રા તરફથી સીએનજી ઓટોરિક્ષા નીકળેલ હાથ લાંબો કરતા સીએનજી રીક્ષા ચાલકે એ રિક્ષા ઊભી રાખતા ખેડૂત હીરા ભાઈ મકવાણા રિક્ષામાં બેસી ગયા હતા રીક્ષા થોડે હળવદગામમાં તરફ જતા થોડી વારમાં રીક્ષામાં બેઠેલા ત્રણ ચાર વ્યક્તિઓ ખેડૂત હિરાભાઈ મારકૂટ કરી રૂપિયા ૧૦ હજાર લૂંટીને રીક્ષા લઈને નાસી છુટયો હતા ત્યારે ભોગ બનનાર ખેડૂત હીરાભાઈ મકવાણા હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે દોડી આવ્યા હતા બનાવ ની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ને આજુબાજુ વિસ્તારમાં આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં હતા.