રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેર તથા તાલુકામા કોરોનાનાં કેસમાં દરરોજ વધારો થતો હોય ૪ દિવસ પહેલા ઉના શહેર ગ્રેઈન મર્ચન્ટ એસોશીએશન તથા દવાના વેપારી એસોસીએશન દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરેલ અને વેપારીઓએ બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા તથા દુકાનમાં સ્ટાફ તથા આવતા ગ્રાહકોને સેનીટાઈઝેશન કરવા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તથા માસ્ક બાંધવા સુચના જાહેર કરી હતી. પરંતુ પહેલાજ દિવસે વેપારીઓમાં અસંતોષ ઉના થતા ઘણા વેપારી તથા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતાં. તેથી બીજા દિવસે ફરી જાહેર કરેલ કે સૌ પોત પોતાની જવાબદારીથી ખુલ્લા રાખવા તેથી સ્વૈચ્છીક લોકડાઉન પાળવાનું બાળમરણ થઈ ગયું હતું. છેલ્લા બે દિવસથી બધી દુકાનો ખુલ્લી રહે છે.ધહાન દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નથી કે ગ્રાહકોને માસ્ક પહેરવા પણ સમજાવાતા નથી ઉનાની શાક માર્કેટમાં સવારે હરરાજીમાં લોકો ટોળે વળે છે. અંતર જાળવતા નથી. આખો દિવસ શાક ફુટ વેચતા વેપારીઓ કે ખરીદવા આવતા ગ્રાહકો ત્રણ નિયમનું પાલન કરતા નથી હાલ ઉના શહેર તાલુકોે ભગવાન ભરોશે છે.તેમને છેલ્લા ૪ દિવસમાં કોરોના પોઝીટીવનાં ૧૨ કેસ આવેલ છે. ઘણા કોરોના સ્પ્રેડર્સ આટા મારે છે. ઉના તાલુકા કોરોના ટેસ્ટના સેમ્પલ ૧૮ લેવાની સતાહોવાનું ડોકટર સરકારી જણાવે છે. જો વધુ ટેસ્ટ કરાવે તો ઉના શહેર તાલુકામાં કોરોના કેસના કેસ વધુ આવે તેવી શકયતા છે. સરકારી વહિવટ તંત્રીએ હવે ખરેખર કડકબની ઉના શહેર તાલુકાને લોકડાઉન જાહેર કરવો જોઈએ નહીતર કોરોનાનો કહેર વધતા કોઈ રોકી નહી શકે હાલતો ઉનાની પ્રજા ભગવાન ભરોશે જીવે છે.