ભાવનગર જિલ્લામાં કાર્યરત ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે જ મળતી પ્રાથમિક આરોગ્ય સેવાઓ.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય કે તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લા કોરોનાના વધતા સક્રમણ નાથવા માટે ભાવનગર જિલ્લામાં ધન્વતરી આરોગ્ય રથ દ્વારા તાવ, શરદી, ઉધરસ, જાડા ઉલટી અને ચામડીના રોગો સહિત પ્રાથમિક ઇજાઓમાં સારવાર, રોગ પ્રતિકારક શકતી વધારવા માટે આર્સેનિક આલ્બમ નું વિતરણ, આરોગ્ય પ્રદ ઉકાળા વિતરણ, તાવના કિસ્સામાં લેબોટરી તપાસ, બીપી અને ડાયાબિટીસના દર્દીઓની તપાસ અને પ્રાથમિક સારવાર, સગર્ભા માતાઓની પ્રાથમિક તપાસ અને સારવાર તેમજ લોકોને આરોગ્ય શિક્ષણ મળે જન જાગૃતિ આવે તેવા શુભ હેતુસર ભાવનગર જિલ્લામાં ધન્વતરી આરોગ્ય રથની શરૂઆત કરવામા આવેલ છે. જેનો લોક જાગૃતિ અર્થે માઇક દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ટીમો દ્વારા આજદિન સુધીમા ૧૧,૯૪૫ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૧૧,૮૫૦ લોકોને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી તથા અન્ય ૯૫ લોકોને વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાના ખાતે રિફર કરવામાં આવ્યા છે.

આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *