મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કુલ 176 લોકો વિદેશથી આવ્યા છે.જેઓને એરપોર્ટ ઉપર કોરોના વાઇરસની તપાસ થઇ ત્યાર બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા લોકોને શોધી તેઓને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં કુલ 176 લોકો વિદેશથી આવ્યા છે .લુણાવાડા તાલુકામાં 105 , બાલાશિનોર તાલુકામાં ૩૩, કડાણા તાલુકામાં 9, સંતરામપુર તાલુકામાં ૩, ખાનપુર તાલુકામાં 6 અને વિરપુર તાલુકાના 20 લોકો વિદેશથી મહીસાગર જિલ્લામાં આવ્યા હતા.
હાલમાં 158 લોકો હોમકોરોન્ટાઇન હેઠળ આરોગ્યખાતાની નીરીક્ષણમાં રાખ્યા છે. તેમના ઘરોની બહાર આરોગ્ય વિભાગ દ્વારા બોર્ડ લગાવવામાં આવેલા છે. જેનાથી તેની આસપાસના લોકો સાવચેતી રાખી શકે અને ઘરોની મુલાકાત ૧૪ દિવસ સુધી નહી કરવા માટે લોકોને અપીલ કરી છે.
અત્યારે કોરોનાવાઇરસને અટકાવવાની કામગીરીમાં મહીસાગર જિલ્લાના કુલ 1600 કર્મચારીઓ જોડાઇને કોરોના સામેની લડાઇ લડી રહયા છે. મહીસાગર જિલ્લાના આરોગ્યવિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ મહીસાગર જિલ્લામાં મળ્યો નથી જયારે મહીસાગર જિલ્લાના પોલીસતંત્ર દ્વારા ખડે પગે સેવા આપાઇ રહી છે હાલમાં લુણાવાડા તાલુકાના તમામ માર્કેટ બંધ જોવા મળી રહયા છે. કોઇ પણ જગ્યાએ ભીડ એકઠી થવા દેવામાં આવતી નથી