ગીર સોમનાથ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની કડક અમલવારી માટે સુચના

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે સોમનાથ ખાતે આવી જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૦/૦૭/૨૦૨૦ સુધીમાં કુલ ૧૩૬ કોરોનાના કેસ નોંધાયેલ છે. જે પૈકી અન્ય જિલ્લાનાં ૨૮, ગીર-સોમનાથના ૧૦૮ કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના ૬૫ અને અન્ય જિલ્લાનાં ૧૩ દર્દીઓ એમ કુલ ૭૮ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ ૫૩ છે. તેવી વિગતો જિલ્લા કલેકટર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર, રેન્જ ડિ.આઇ.જી.,જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઇ ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *