રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ સેવા સદનમાં નાયબ મામલતદાર(પુરવઠા) તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ જી ગોહિલ જેઓએ કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં પોતાના જીવના જોખમે અનેક કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. જેમાં પરપ્રાંતીઓને તેમના વતન મોકલવા તથા સરકાર દ્વારા જાહેર થયેલ મફત અનાજ વિતરણનું સુવ્યવસ્થિત આયોજન કરવું તથા લોકડાઉનમાં ફસાયેલા લોકોને વતનમાં પરત જવા માટે પાસ કાઢી આપવા, રહેવા, જમવાની વ્યવસ્થા જેવી અનેક લોકો ઉપયોગી જનહિતમાં સેવા રાતદિવસ કરી હતી. તેઓની ફરજ દરમિયાન તેઓ કોરોના વાયરસ નો ભોગ બન્યા હતા અને તેઓ અમદાવાદ ખાતે લાંબી સારવાર બાદ લોકોના આશીર્વાદથી કોરોના મુક્ત બન્યા હતા. તેઓ વિરમગામ સેવા સદન ખાતે ફરજ ઉપર હાજર હતા વિરમગામના દુકાનદાર દ્વારા પ્રમુખ વિક્રમસિંહ ઝાલા રમૅશ વાઘેલા જાનીભાઈ શંકરભાઈ ઠાકોર નરેશભાઈ શાહ કીરીટ ઞોહીલ હીરાભાઈ ભરવાડ સૈયદ મહેમુદમિયાં બાપુ કાનજીભાઈ ચાવડા ગોવિંદભાઈ પટેલ દ્વારા તેઓનું ફૂલ અને પુષ્પથી કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લોક ડાઉન દરમિયાન વિરમગામ માં ફરજ પર નવનિયુક્ત થયેલ મામલતદાર વિવેકભાઈ દરજી સાહેબ નું પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.