અમદાવાદ: ચોરીના ગુનાના કામનો નાસતા ફરતા આરોપીને ચોરીના બાઇક સાથે અટકાયત કરતી વિરમગામ ટાઉન પોલીસ

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીબાગ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઠારીબાગ પોલીસ ચોકી પાસે આવતાં એ.એસ.આઇ. કૌશીકભાઇ રણછોડભાઇ બ.નં.- ૧૨૪૧ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ ચોરીનું મોટર સાયકલ લઈ વિરમગામ પોપટ ચોકડીથી કોઠારીબાગ ચોકી બાજુ આવે છે અને જે મોટર સાયકલ ચોરીનુ હોય તેવો પાકો શક હોય જેથી નજીકમાંથી બે પંચોના માણસોને બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી કોઠારીબાગ ચોકી બહાર રોડ ઉપર વોચ તપાસમાં રહી એક કાળા કલરનુ પેશન પ્રો બાઈક પિંટુ ઉર્ફે પિંટુગીરી ધનગીરી ગૌસ્વામી રહે. બસ સ્ટેંડની પાછળ બ્રહ્માણી માતાનુ મંદિર ગામ સુરજ તા. જોટાણા જી. મહેસાણા નામના ઇસમ પાસેથી મળી આવેલ અને સદર ઈસમે મો.સા.ની માલીકી બાબતે સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમને મો.સા બાબતે વધુ પુછપરછ કરતા સદર બાઈક પોતે બહુચરાજી બજારમાંથી ચોરી કરીને લાવેલ હોવાનુ જણાવતો હોય સદરી મો.સા ની કી.રૂા-૨૦૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લઈ મો.સા સાથે પકડાયેલ ઈસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ અને ઇગુજકોપ પોકેટકોપ ની મદદથી મોટર સાયકલના મુળ માલીકની ખરાઇ કરી સંપર્ક કરતાં સદર બાઈક ચોરાયેલ હોવાની તથા સદર ઇસમ વિરમગામ ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૧૧,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી હોવાની હકીકત પણ જણાઇ આવેલ છે. અને આ કામગીરીમા ઇગુજકોપ પોકેટકોપ ની મદદ મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *