મહીસાગર: લુણાવાડા કોલેજના બની બેઠેલા સત્તાધીશો દ્વારા સાગ ચોરી- માટી ચોરી મામલામાં વન વિભાગ બાદ ખાણખનીજ વિભાગ હરકતમાં આવ્યું.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

હજારો ટન માટી ખોદકામનો અંદાજ કાઢવો મુશ્કેલ : મશીનથી કયાસ કાઢવો પડશે : ખાણખનીજ વિભાગ

લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો મામલાનો પર્દાફાશ થતાં વન વિભાગ બાદ ખાનખનીજ વિભાગે તપાસ કાર્યવાહી હાથ ધરતાં કોલેજના બની બેઠેલા સત્તાધીશો મામલાને ભીનું સંકેલવા હવાતિયા મારી રહ્યા છે.

ગત રોજ વન વિભાગે સ્થળ તપાસ શરુ કરતાં મોટી સંખ્યામાં સાગ સગેવગે થયાનું જણાઈ આવ્યું હતું. સ્થળે છુટાછવાયા ૩૯ જેટલા સાગના વ્રુક્ષ કપાયેલી હાલતમાં તેમજ વેચી દેવાયેલા હજારોની સંખ્યાના સાગ અંગે ફરીયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી તો આજે ખાનખનીજવિભાગની ટીમ સ્થળ પહોંચી માટી ખનન થયેલ વિસ્તારનો સર્વે કર્યો હતો. વ્યાપક પ્રમાણમાં થયેલ ખોદકામનો અંદાજ મેળવવો મુશ્કેલ છે તેમ રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ પરમારે જણાવ્યું હતું.કેટલા મેટ્રિક ટન માટી ખોદઈ છે તેનો સાચો અંદાજ મેળવવા મશીનથી માપની કરી ત્યારબાદ કેટલી માટી ચોરાઈ છે તેનો કયાસ કાઢી કાયદેસરની કાર્યવાહી ખાનખનીજ અધિકારી રવિ મિસ્ત્રી કરશે. અત્રે નોંધનીય છે કે લુણાવાડા કોલેજના બની બેઠેલા ભ્રષ્ટ સત્તાધીશો સામે ટ્રસ્ટની મિલકતને ગંભીર નુકસાન અંગે તેમજ ટ્રસ્ટના સત્તાધીશોના આ બીનહિસાબી વેચાણ માટે ટ્રસ્ટના સનિષ્ઠ સભ્યોમાં ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેમણે અગાઉથી જ આ ભ્રષ્ટ નીતિ રીતિનો અણસાર આવી જતા પ્રમુખને લેખિત નોટીસ પાઠવી દીધી હતી.લુણાવાડા નગર અને સમગ્ર પંથકમાં લાખો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરનાર લુણાવાડા વિભાગ ઉચ્ચ વિદ્યોત્તેજક મંડળ સંચાલિત કોલેજના હાલના ગેરકાયદેસર રીતે બની બેઠેલા સત્તાધીશોની ભ્રષ્ટ નીતિરીતિના પગલે વિવાદમાં આવતા લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. મહીસાગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગને અને વન વિભાગને અંધારામાં રાખી ડુંગરને અડીને આવેલ કોલેજની પાછળના ભાગે પોતાની માલિકીની જમીનમાં હજારો ફૂટ માટીનું ખોદકામ કરવામાં આવ્યું, પાંચ હજાર ડમ્પરથી પણ વધુની સંખ્યામાં ડમ્પરો ભરી માટી વેચાઈ ગઈ. બીજી તરફ આ મામલાનો પર્દાફાશ થતાં વન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી વન વિભાગનો કાફલો લુણાવાડા કોલેજના પાછળના ભાગે પહોંચતા સ્થળ પર વેરણ છેરણ પડેલા સાગ જોઈને ચોંકી ઉઠયા હતા. હજારોની સંખ્યામાં વેચાઈ ગયેલા સાગ અંગે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજરોજ ખાનખનીજ વિભાગની ટીમનો કાફલો પણ સ્થળ પર આવી તપાસ કરી ઉચ્ચ કક્ષાએથી ખોદાયેલી માટીનો કયાસ કાઢવા મશીન મંગાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. લુણાવાડા કોલેજના બની બેઠેલા ભ્રષ્ટ સત્તાધીશો સામે ટ્રસ્ટની મિલકતને ગંભીર નુકસાન અંગે તેમજ ટ્રસ્ટના સત્તાધીશોના આ બીનહિસાબી વેચાણ માટે ટ્રસ્ટના સનિષ્ઠ સભ્યોમાં ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેમણે અગાઉથી જ આ ભ્રષ્ટ નીતિ રીતિનો અણસાર આવી જતા પ્રમુખને લેખિત નોટીસ પાઠવી દીધી હતી.બીજી તરફ વર્ષોથી લુણાવાડા પંથકમાં વિદ્યાનું કેન્દ્ર બનેલા કોલેજના સાર્વજનિક ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારની ઉધઈથી દુર્દશા જોઈ વિદ્યાપ્રેમીઓ નિસાસા નાખી કડક કાર્યવાહીથી સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે.

હીરાભાઈ,હરિભાઈ અને અનિલની જોડીએ લુણાવાડા કોલેજનું રસાતાળ વાળ્યું.

લુણાવાડા વિભાગ ઉચ્ચ વિદ્યોત્તેજક મંડળ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લુણાવાડા નગર તાલુકા સહીત આસપાસના તમામ વિસ્તારના લોકોનું શિક્ષનનું સ્તર સુધરે તે માટે લુણાવાડા આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.ધીરે ધીરે આ સંસ્થા પ્રગતિના સોપાનો સર કરતી રહી અને લાખો વિદ્યાર્થીઓને જીવનના અમુલ્ય સોપાનો સર કરાવ્યા અને સનિષ્ઠ પાયાના સભ્યોના સક્રિય પ્રયત્નોથી સફળતાના શિખર પર સંસ્થા પહોંચી સમયાંતરે ઉમદા હેતુથી મંડળનું નિર્માણ કરનારા જે તે વખતના ટ્રસ્ટીઓ સ્વર્ગવાસ પામતા કેટલાક સત્તાલાલચુઓ પોતાના ખિસ્સા ભરવા અને સંસ્થાના મુલ્યોને નુકસાન પહોંચાડવા ગેરકાયદેસર રીતે સંસ્થાના વહીવટકર્તા બની ગયા અને ધીરે ધીરે ટ્રસ્ટનું બંધારણ અને કાયદો નેવે મુકીને સંસ્થાને લુંટવાનું કામ ચાલુ કર્યું. મંડળના બની બેઠેલા વહીવટદારો હીરાભાઈ, હરિભાઈ અને અનિલની જોડીએ તો જાણે લુણાવાડા કોલેજ તેમના બાપની પેઢી હોય તેમ મનસ્વી નિર્ણયો કરવાના શરુ કર્યા. સમય જતાં તેમના મનસ્વી નિર્ણયોથી સંસ્થાને ક્યારેય પૂરી ના શકાય તેવું નુકસાન થવા લાગ્યું. હીરાભાઈ,હરિભાઈ અને અનિલ ત્રણેય જણાએ પોતપોતાની ખાનગી કોલેજો શરુ કરી તગડી ફી વસુલી સંસ્થાને આર્થીક અને સૈધાંતિક નુકસાન પહોંચાડવાનું શરુ કર્યું ધીરે ધીરે સંસ્થામાં વહીવટી અગવડતાઓ ઉભી કરી કોલેજના કેટલાક કર્મચારીઓને પોતાનો હાથો બનાવી એક એક વર્ગ બંધ કરવાનું શરુ કર્યું. જેના કારણે વિસ્તારના ગરીબ લોકોને બળજબરી મોંઘી ફી ઓ ભરી પોતાની સંસ્થાઓમાં એડમીશન લેવા માટે મજબુર કરવા લાગ્યા ! લુણાવાડા કોલેજમાં વિદ્યાર્થીઓ ઘટવા લાગ્યા બીજી તરફ હીરાભાઈની પોતાની સેલ્ફ ફાયનાન્સ વેદાંત કોલેજમાં અને હરિભાઈ અનીલ ની સેલ્ફ ફાયનાન્સ મહીસાગર કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી સંસ્થાને ભારોભાર આર્થીક નુકસાન પહોંચવા લાગ્યું.સંસ્થામાં આવતી ગ્રાન્ટોમાં ગેરવહીવટ અને વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા ભેગા કરતાં સત્તાભૂખ્યા સ્વાર્થી તત્વો અંગત હિત માટે વિદ્યાકેન્દ્રને વેચાણ કેન્દ્રમાં પરિવર્તિત કરી કોલેજની જમીનમાંથી અંગત આવક વધારી કોલેજને આર્થીક નુકસાન પહોંચાડ્યું. વિદ્યાર્થી સંખ્યાને બાયપાસ કરી પોતાની સેલ્ફ ફાયનાનસ સંસ્થાને સધ્ધર કરતી ત્રિપુટીએ લુણાવાડાના સૌથી મોટા વિદ્યાધામને નુકસાન પહોંચાડી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઉચ્ચ અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે.

કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે..ખાણખનીજ અધિકારી

અમે ખાણખનીજની ટીમ મોકલી સ્થળ પર જઈ રૂબરૂ તપાસ હાથ ધરી સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વે થયા બાદ જીપીએસ મશીનથી સર્વેયર દ્વારા સર્વે કરાયા બાદ કેટલી માટી ગઈ છે તેનો ચોક્કસ ક્યાસ કાઢી શકાય ત્યારબાદ નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.- રવિ મિસ્ત્રી, ખાણખનીજ અધિકારી, મહીસાગર

વન વિભાગ અને ખાણખનીજની કાર્યવાહીથી સત્તાધીશોમાં ફફડાટ

વન વિભાગ દ્વારા સ્થળ પર કાપેલા પડેલા ૨૭ નંગ કીમતી સાગના વ્રુક્ષો કબજે લઇ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાયના હજારો સાગ બારોબાર વેચી દેવામાં આવ્યા તેની તપાસ હાલ વન વિભાગ કરી રહ્યું છે. ખાણખનીજ વિભાગ દ્વારા પણ ટીમ મોકલી સર્વેની કામગીરી હાથ ધરી છે. વન વિભાગ અને ખાણખનીજની કાર્યવાહીથી કોલેજના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *