રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સાવરકુંડલાનાં સીમરણ ગામનાં ઉપસરપંચ ભરતભા ચોડવડીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે પત્રમાં જણાવેલ છે કે, સાવરકુંડલાતાલુકાનાં સીમરણ ગામે સબસેન્ટર પેટા આરોગ્ય કેન્દ્ર આવેલ છે. આ પેટા આરોગ્ય કેન્દ્ર જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે કાર્યરત છે.સીમરણ-જીરા રોડથી પેટા આરોગ્ય કેન્દ્ર સીમરણ જવાના મુખ્ય રસ્તા પર એક મોટું વોકળુ આવેલ છે જેમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે વારંવાર ખૂબ જ વિશાળ પ્રમાણમાં પાણી આવતું હોય છે અને આ રસ્તો સાવ કાચો હોવાથી દર વર્ષે આ રસ્તા પર આવન-જાવન કરતી એમ્બ્યુલન્સ વારંવાર કાદવ કીચડમાં ફસાઈ જાય છે. જેને બહાર કાઢવા માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે તેમજ એમ્બ્યુલન્સ દર્દીઓને તપાસ અર્થે લઈ જતાં સમયસર પહોંચી શકતી નથી અને અન્ય મુશ્કેલીઓ ઉભી થાય છે. આ રસ્તો એટલો કાચો છે કે ચોમાસાની ઋતુમાં માણસ ચાલીને પણ જઈ શકતા નથી અને હાલ કોરોના જેવી મહામારીનો રોગ ચાલી રહૃાો છે. ત્યારે આ રસ્તા પર દર્દીઓને લઈને એમ્બ્યુલન્સ ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે અને આ નાળુ તેમજ રસ્તા પર આરસીસી રોડ બનાવવા માટે સીમરણ ગાંમ પંચાયત પાસે એવી કોઈ મોટી ગ્રાન્ટ કે રકમ હોતી નથી. જેથી આ વોકળા પર સ્લેબ ડ્રેઈન (પુલ) તથા કાચા રસ્તા પર આરસીસી રોડ પેટા આરોગ્ય કેન્દ્ર સીમરણ સુધી તાત્કાલીક મંજુર કરાવી આપવા અંતમાં માંગ કરેલ છે.