રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ વરસાદ ચાલુ થતા ખેતી ની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતો ને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતર ની અછત ના કારણે તાલુકા કક્ષા એ ખેડૂતો એ રજૂઆતો પણ કરી ત્યારે સરકારે પરિપત્ર જાહેર કરી ખેડૂત હોવાનો પુરાવો આપ્યા બાદ ખાતર આપવા જેવો તઘલઘી નિયમ પણ બનાવ્યો છતાં ખાતર ની અછત ના કારણે ખાતર ના ડેપો ઉપર ખેડૂતો ની મોટી લાઈનો લાગતા સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
રાજપીપળા ના મુખ્ય ગાર્ડન સામે આવેલા પશુ દવાખાના ની બાજુમાં આવેલા ખાતર ના ડેપો પર ખાતર લેવા ખેડૂતો ની મસમોટી લાઈનો જોવા મળી જેમાં એક બીજા ને અડીને ઉભેલા ખેડૂતો પોતાના મહામુલા પાક ને બચાવવા કોરોના સંક્રમણ ને પણ જાણે ભૂલી ગયા હોય એમ લાંબી કતારો માં સોશ્યિલ ડિસ્ટન્સ ને પણ ભૂલી જઈ બસ ગમે તે રીતે ખાતર ની લાહી માં ઉભેલા જોવા મળ્યા હતા.રેશન કાર્ડ પર અનાજ લેવા પણ આવીજ લાંબી કતારો જોવા મળતી હતી પરંતુ ત્યાં સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા પોલીસ ના જવાનો તૈનાત રહેલા જોવા મળતા હતા ત્યારે હાલ ખાતર ની અછત વચ્ચે જો આવીજ મોટી લાઈનો ખાતર ડેપો ઉપર લાગતી હોય તો ડેપો સંચાલકે આ માટે ખાસ તકેદારી રાખી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે પોલીસ ની મદદ મેળવવી રહી.