રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ને સાગબારા બે તાલુકા માટે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાપી આધારિત શુદ્ધ પીવાની પાણીની યોજના ની કામગીરી છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષ થી ચાલી રહી છે જેમાં દેડિયાપાડાના ૧૨૭ ગામો અને સાગબારાના ૮૫ ગામો ને આવરી લેતી 309 કરોડ ની આ યોજના ને હાલ માત્ર ૨૦ થી ૨૫ ગામો ને જ પાણી મળી રહ્યું છે ત્યારે ભરૂચ સાંસદ મનસુખ ભાઈ વસાવા અલગ અલગ ગામોમાં જઈને જાતે નિરીક્ષણ કર્યુ ત્યારે વાસ્મો ની પોલ ખુલી ગઈ હતી જેમાં પાણી પુરવઠા દ્વારા જે કામગીરી કરવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે એટલે ગામ માં સંપ સુધી પાણી પહોંચાડી દીધું છે.
પણ સંપ થી ગામ સુધી વાસ્મો યોજના દ્વારા પાણી પહોંચાડવાનું છે તે કામગીરી હજુ શરુ થઈ નથી સાંસદ મનસુખ વસાવાએ ગામો ની મુલાકાત લીધી ત્યારે ઘણી જગ્યાએ વાસ્મો નું માળખું તૈયર નથી ઘણી જગ્યાએ પાઇપ લાઈનો તૂટી ગઈ છે અને નાની મોટી પાઈપો માં તકલીફો થઈ છે જેથી પાણી પહોંચતું નથી અને ગ્રામ્ય લવલી વાસ્મો ની તકલીફ છે જેને લીધે પાણી પહોંચતું નથી પણ આગામી દિવસોમાં ક્ષતિઓ દૂર થશે અને ગ્રામ્ય લેવલે પાણી પહોંચશે આ મામલે સાંસદે મનસુખ વસાવા એ જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડ ને ધ્યાન દોરતો ૨૬ જૂન રોજ પાત્ર લખ્યો હતો જેને પગલે આજે રાજપીપલા ના સર્કિટ હાઉસ ખાતે મિટિંગ બોલાવી ને સ્થળ વીઝીટ કરી હતી જયારે મનસુખ વસાવા ના પત્ર માં ૧ કરોડ ની સુખડી વિતરણ અને ચોકલેટ વિતરણ માં કૌભાંડ નો પણ ઉલ્લેખ હતો જે બાબતે પ્રભારી મંત્રી એ જણાવ્યું કે હાલ પૂરતો આ પ્રોજેક્ટ બંધ કર્યો છે અને હવે નવા આયોજન માં અમે આંગણવાડીઓ બનાવીશું.
આવનારા દિવસોમાં દૂર કરીશું અને ગામમાં પાણી પહોંચે તેવો પ્રયાસ કરશે આજ ની આ મિટિંગ બાદ જિલ્લા પ્રભરી ને સાંસદ ને જિલ્લા ના ઉચ્ચ અધીકરિયો આજે ૨ તાલુકા ની વિઝીટ કરી હતી આજ ની આ મિટિંગ માં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી ડી ડી ઓ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ધનસ્યમ દેસાઇ ઉપરાંત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.