રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના પોરબંદર રોડ બાયપાસ રોડ પર મકતુપુર ગામે વરામ બાગ પાસે નેશનલ હાઇવે પર શહેરમાં પ્રવેશ કરવા માટે સર્કલના અપાતા સ્થાનિકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે તેમજ ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે જેને લીધે સ્થાનિકો દ્વારા સર્કલની માંગણી કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ આજ રોજ હાઇવેનું કામ બંધ કરાવી ઇજનેરો ને ઉધડા લીધા હતા જેને લઇ ઇજનેરો કામ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. આ જગ્યા એ વારંવાર અકસ્માતો થાય છે અને મોત પણ થયા છે જેને લઇ જો સ્થાનિકોની માંગણી નહીં સ્વીકારાય તો મકતુપુર ગામવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ન્યાય સમિતિના રામજીભાઈ અખિયાએ આપી હતી. આ મામલે હાઇવે ઇજનેરો દ્વારા મીડિયાને કંઈ પણ કહેવાનું ઇનકાર કર્યો હતો.