દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના સાલીયા કબીર મંદિરમાં ગુજરાત રાજ્યના મંત્રી માન બચુભાઈ ખાબડ સાહેબના હસ્તે માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

અત્યારે સમસ્ત વિશ્વમાં કોરોના મહામારી નો કહેર ચાલી રહ્યું છે દાહોદ જિલ્લા માં પણ કોરોના વાઇરસ કેસો દિવસે દિવસે વધતા જાય છે સરકારી તંત્ર દ્વારા આવા મહારોગ થી બચવાં માટે મોઢા પર માસ્ક બાંધવું ફરજીયાત કરી સૅનેટાઇઝર નો ઉપયોગ કરવા ની સલાહ આપવામાં આવી છે.

જેને ધ્યાનમાં રાખીને દેવગઢબારીયા તાલુકા માં આઈસીડીએસ વિભાગ હેઠળ ચાલતી પિપલોદ તથા સાલીયા આંગણવાડીઓ ની કાર્યકર બહેનો દ્વારા એમના ખર્ચે ૫૦૦૦ જેટલાં માસ્ક તૈયાર કરી ને એક અનોખી પહેલ કરી હતી જેનો વિતરણનો કાર્યક્રમ આજરોજ તારીખ ૯ ગુરૂવારે દેવગઢ બારીયા તાલુકા ના સાલીયા કબીર મંદિર ખાતે રાખવા માં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રીમાન બચુભાઈ ખાબડ ના હસ્તે દીવો પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી આથી.આ કાર્યક્રમમાં. દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી સુથાર સાહેબ, દેવગઢબારિયા એફએમસીના ચેરમેન પંચેલા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ ભરવાડ સાહેબ, પીપલોદ ગામના સરપંચ રાજેશ ભાઈ પરમાર, જિલ્લા ના ઈનચાર્જ પ્રોગ્રામઓફિસર ડૉ.ગોસાઈ સહીત આઈસીડીએસ દેવગઢબારીયા ના સીડીપીઓ અધિકારી તેમજ આંગણવાડી ની કર્મચારી બહેનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ ના અંતે આવેલ તમામ મહાનુભાવો સહીતના ને આર્યુવેદીક ઉકાળો પીવડાવવા માં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *