બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કેવડયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેર કાનૂની રીતે લાકડા ની ચોરી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કેવડયા ફોરેસ્ટ વિભાગ દ્વારા સમારીયા ગામ ની સીમમાંથી આશરે ૨ લાખ ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોરા રેન્જ ના આર એફ ઓ વિરેન્દ્રસિંહજી ના માર્ગદર્શન હેઠર સમારીયા ફોરેસ્ટર વલ્લભભાઈ તડવી પોતાની સાથે પરીમલ સિંહ રાણા તથા રોજમદાર સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગ માં હતા દરમિયાન સમારીયા ગામની સીમમાંથી જી.જે ૨૦ ટી ૩૩૧૩ નંબર ના ટેમ્પો દેખાતા તેને રોકિ ને તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા પંચરાવ લાકડા હોવા નું જણાતાં ટેમ્પા ચાલક સંજયભાઈ વસાવા ને ઝડપી પડેલ છે. કેવડયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ટેમ્પો સાથે આશરે ૨ લાખ ના મુદ્દામાલને કબ્જામાં લઈ ને સંજય ભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.