રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકા પંચાયત મા ૨૧૨ ગામના લોકો પોતાના કામ થી આવતા હોય છે ત્યારે નસવાડી તાલુકા પંચાયતન દ્વારા નવીન કુલર મંગાવ્યા બાદ શરુ થયું હતું પરંતુ વ્યવસ્થિત વોટરકુલરનુ ફીટિંગ ના હોઈ બધ પડ્યું હતું જે બાબતે નસવાડી તાલુકા પંચાયત માં આવતા અરજદારો ને ઉનાળા માં પીવાના પાણીની સમસ્યા સાથે હાલમા પીવાનું પાણી મળતું ના હોઈ આખરે છોટાઉદેપુર ડી.ડી.ઓ મિહિર પટેલ ને એક જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરતા નસવાડી ટી.ડી.ઓ એસ,જે ચૌધરી ને આબાબતે જાણ કરતા ટીડીઓ દ્વારા પતરા નો સેડ બનાવી ને નવીન ૧.૫ લાખનું બધ પડેલ વોટરકુલર બહાર કાઢી વ્યસ્થિત પાઇપલાઇન નું કામ કરવી ફિલ્ટર શુદ્ધ પાણી મળે તેવી રીતે વોટરકુલર ને કાર્યરત કર્યું છે હાલ આ વોટરકુલર નું પાણી કામ માટે આવતા સરપંચો,તલાટી ઓ અરજદારો સાથે તાલુકાપંચાયત નો સ્ટાફ પાણી પી રહ્યો છે જેને લઈ બન્ધ પડેલ સુવિધા કાર્યરત થતા અરજદારો એ ખુશી વ્યક્ત કરી છે.