રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ખેડુતો દ્વારા પાણીના નિકાલ માટે આઠ મહિના પહેલા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી રોજકામ કરવા છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ ન થતાં અખોદર – ઈસરા ખેડુતોએ મીડીયા સમક્ષ રજૂઆત કરી.
કેશોદના ઘેડ પંથક ચાેમાસામાં પાણીનો નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જાયો છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો સમય વરસાદી માહોલ બને તો ખેડુતોએ પાણી પાવા વગર ઉભો થતો ખરીફ પાક જમીનમાં સળી જઇ ખાતર બની જાય છે ત્યારે આવી જ કાંઇક વેદના કેશાેદ પંથકના અખોદર અને ઇસરા ગામના ખેડુતાેની છે જેમાં ખેડુતાેએ એકઠા થઇ ચાેમાસામાં વરસાદના પાણીથી ખેતરાે છલકાઇ જતાં હાેય જેનાે નિકાલ ન થતાં આશરે બે હજાર વિઘામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાછે તેથી પાણી રોકતાં ગેરકાયદેસર બનાવાયેલા માટીના પાળાના દુર કરી રસ્તાની બન્ને સાઈડ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા આઠ મહીના પહેલાં તંત્ર પાસે માંગ કરી હતી
ખેડુતોએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષો જૂનો પ્રશ્ન છે જેમાં અખોદર ઈસરા પાડોદર સહીતના ત્રણ ગામની સીમમાં પાણી ભરાયેલાં રહે છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં એ પાણીની આવક થી પણ આ ખેતરાે જળબંબાકાર બને છે ઘણાં દિવસો સુધી ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોય પાણીના નિકાલ માટે તંત્ર આશ્વાસન આપે છે પરંતુ કામ નથી કરતું તેવા ઇસરાના સરપંચે આક્ષેપ પણ કર્યા હતાં આ અંગે અગાઉ ખેડુતાેએ મામલતદાર ટીડીઓ ધારાસભ્ય સહીત તાલુકા તંત્રને લેખિતમાં જાણ કરી તેથી મામલતદાર દ્વારા એક મહીના પહેલાં રાેજકામ કરી પાણીનાે નિકાલ થવામાં અડચણરૂપ બાબતેકાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી પરંતુ ચાેમાસા પહેલા આ કામગીરી ન થતાં ખેડુતાેએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી સાથે અખોદર તથા ઈસરા ગામના ખેડુત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જેમાં ખેડુતોના ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલ કરવાની માંગણી કરવામાં આવી છે અને જો માંગણી નહી સંતોષામ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડુતોએ ચીમકી પણ ઉચ્ચારી છે.