બનાસકાંઠા: દાંતા તાલુકામાં બોગસ ડોકટરો પોતાની હાટડીઓ ચલાવતા હોય તેવા દ્રષ્યો આવ્યા સામે…

Banaskantha
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા

દાંતા આરોગ્ય અધિકારીની છત્ર છાયા બોગસ તબીબોની ખુલ્લેઆમ ચાલતી હાટડીઓ જોવા મળી..

દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારી ની છત્રછાયા હેઠળ દાંતા અને આજુબાજુના ગામડાઓમાં ઊંટ વેદુ બોગસ તબીબો મોટી રહેમ દષ્ટિ હેઠળ ચાલતું હોય તેવું લોકો દ્વારા જાણવા માં આવ્યું હતું વર્ષો થી દવાખાનું ખોલી બેઠેલા પ્રાઈવેટ દવાખાનું ધમધમી ઉઠતા જોવા મળ્યા હતા અને હાલમાં મોટો કોરોનાનો કહેર ચાલતો હોય તેવાં માં બોગસ ડીગ્રી ધરાવતા ડોકટરો અને કમ્પાઉન્ડરો ખુલ્લે આમ પોતાની ક્લિનિક ચલાવતા નજરે જોવા મળ્યા હતા વધુમાં જણાવાનું કે દાંતા હાઇવે જતા માર્ગ પર એક ડોકટર રફીક કે અથાણીયા જેમની ક્લિનિક માં એક નરસિંગ કરેલ વ્યક્તિ રાખેલ તે વહેલી સવારે એક લેડીસ ને ગુપ્ત દવા લેવા આવી હતી ત્યારે ડોકટર સાહેબ હાજર ન હતા અને નરસિંગ કરેલ માણસ જેમને તેમની ક્લિનિકમાં રાખેલ તેવો વ્યક્તિ પોતે સ્પષ્ટ પણે કહે છે કે હું દવા આપી શકું તેમ તેને મીડિયા સમક્ષ પ્રષ્ટા કરી હતી કહ્યું હતું કે અમે દવા આપી શકીએ જો મહિલાને વધુ કશું થશે તો તેનો જવાબદાર કોણ તેવું ચર્ચા થતી હતી દાંતા તાલુકો એક આદિવાસી એક વિસ્તાર ધરાવતો તાલુકો છે તેમાં બધું વસ્તી ગરિબ અને અભણ વ્યક્તિ ધરાવે છે તેમાંય આવા ડીગ્રી વગરના પ્રાઇવેટ દવાખાના ઓ ધમધમી ઉઠતા નજરે જોવા માં આવ્યા હતા તેમને કોઈ છત્રછાયા હેઠળ ચાલે છે તે એક મોટો પ્રશ્ન છે વર્ષોથી આજ દિન સુધી કોઈ પણ મોટો અધિકારી ચેકીંગ અર્થે આવેલ ન હોય તેવું લોકોના મુખે સાંભળવામાં આવ્યું હતું અને અમુક લોકો દ્વારા તો એમ પણ સાંભળવા મળ્યું હતું કે ચેકીંગ કરી અધિકારી જતા રહે છે અને તેમની આ મોતની હાથળી ઓ તેમના આશીર્વાદ રૂપ ચાલતી હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને કોઈ પણ અધિકારી જ્યારે ચેકીંગ અર્થ જાય તો તેઓ પોતાની ક્લિનિકને સટલ મારીને ફરાર થઈ જાય છે તેવું પણ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો તો લોકો દ્વારા તેમ પણ સાંભળવામાં આવ્યું હતું કે ડીસા થરાદ ધાનેરા અને અન્ય ગામો માં મોટા પાયે ચેકીંગ કરીને તેમની પર કાયદાકીય ગુનો નોંધવામાં આવે છે તો દાંતા તાલુકો કેમ રહી જાય છે તે એક મોટો સવાલ ઉભો થાય છે અમુક લોકો દ્વારા એમ પણ જાણવા મળ્યુ હતું કે પહેલા તો બે ત્રણ દિવસ સુધી બાટલાઓ ચઢાવશે વધુ જો તબિયત તબીબી ની વધુ લથડી જાય તો આગળ પાલનપુર યા સતલાસણા રીફર કરવામાં આવે છે સુ લોકો જોડે આવા બોગસ ડોકટરો પર ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી બોગસ હાથળીઓ પુરે પુરી બંધ થાય તેવી લોકોની રજૂઆતો આવી હતી સામે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *