રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ચિત્રાવાડી પાસે આંબા ની મોટી ડાળી તૂટી વાયરો પર પડતા એગ્રીકલચર લાઈનો બંધ થતાં યુદ્ધ ના ધોરણે કામગીરી બાદ લાઈનો શરૂ કરાઇ છેલ્લા ૩ વર્ષ માં અગાઉ ના વર્ષો કરતા કામગીરી માં મોટો બદલાવ થતા રાજપીપળા થી નરખડી- પોઇચા રંગસેતું બ્રિજ સુધી ના ખેડૂતો ને મોટી રાહત.
નર્મદા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ માં વીજ કંપની ની કામગીરી નિરાશાજનક હોય વારંવાર લાઈટો ની ફરિયાદો ઉઠે છે ત્યારે તેવા સમયે રાજપીપળા ગ્રામ્ય વિસ્તાર માં વીજ કંપની ની કામગીરી ઉમદા થતી હોવાનું કેટલાક ખેડૂતો દ્વારા જાણવા મળ્યું .જોકે ખેડૂતો ના જણાવ્યા મુજબ અગાઉ ના વર્ષો કરતા રાજપીપળા ગ્રામ્ય માં આવતા રાજપીપળા થી નરખડી- પોઇચા રંગસેતું બ્રિજ સુધી ની એગ્રીકલચર લાઈનો બાબતે છેલ્લા 3 વર્ષ થી ઘણી સારી કામગીરી વીજ કંપની દ્વારા થઈ રહી છે.
જેનું તાજું જ ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું જેમાં રાજપીપળા ગ્રામ્ય વિસ્તાર માં આવતી એગ્રીકલચર વીજ લાઈનો અચાનક બંધ થતા કેટલાક ખેડૂતો એ ફરિયાદ નોંધાવી પરંતુ ખૂબ લાંબી લાઈન હોય ફોલ્ટ શોધવો મુશ્કેલ હોવા છતાં વીજ કંપની ના ઈજનેર એસ.આર.પટેલ પોતે જ સ્ટાફ સાથે ખેતરો માં પેટ્રોલિંગ માં નીકળ્યા અને કેટલાય કી.મી.પગપાળા ચાલ્યા બાદ ચિત્રાવાડી ગામ પાસે એક આંબા ના ઝાડ ની મોટી ડાળી વાયરો ઉપર પડેલી જોવા મળી ત્યાં મરામત કરી અન્ય બીજી કોઈ ક્ષતિ બાબતે ચકાસણી કર્યા બાદ અંદાજે દસેક ગામની બંધ થયેલી એગ્રીકલચર લાઈનો આખરે ચાલુ થઈ અને ખેડૂતો એ હાશકારો અનુભવ્યો.