નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા ૧૧ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગ્રામપંચાયત દ્વારા પડતર ગૌચરની જમીનમાં ૧૧ હજાર વૃક્ષો નું વાવેતર કરાયું છે ગત વર્ષે પણ ગૌચરની જમીનમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું તેમજ આ વર્ષે પણ રેલવે તેમજ જંગલખાતાના સહયોગથી કુંવરપુરા ગ્રામ પંચાયતમાં ૧૧૦૦૦ વૃક્ષોનું વાવેતર શરૂ કરી દેવાયુ છે છેલ્લા ત્રણથી ચાર દિવસ થી યુવા સરપંચ નિરંજનભાઈ વાસવાની આગેવાની માં ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.

આ બાબતે નિરંજનભાઈ વસાવાએ નર્મદા જિલ્લા ની તમામ ગ્રામ પંચાયતના સરપંચઓ તેમજ ગામના આગેવાનઓ રાજપીપળા શહેરના લોકોને સંદેશો પાઠવ્યો છે કે તમે પણ તમારા ગામની ગૌચર જમીનમાં તેમજ ઘરના આંગણે દરેક ભાઈઓ અને બહેનો એક વૃક્ષ રોપી પર્યાવરણ ને જણાવીએ તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા વૃક્ષારોપણ દ્વારાજ ઘટાડી શકાય છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ઉપરાંત આવનારી આપણી જે પેઢી છે તે તમામ શાંતિથી સુખમય તેમજ તંદુરસ્ત જીવન જીવે તે માટે આપ સૌ દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે ચોમાસાની ઋતુ છે તેમાં એક વૃક્ષ વાવો અને આપણી ભવિષ્યની પેઢીને જે તકલીફો પડવાની છે એ તકલીફો દુર થાય એ માટે આપ સૌ ભાઈઓ-બહેનો વૃક્ષો નુ રોપણ કરો એવી આપ સહુ ને અમારી નમ્ર વિનંતી છે તેમજ જે કોઈ પણ ભાઈઓને વૃક્ષોના છોડવા જોઈતા હોય તેવા તમામ ભાઈઓ અને બહેનો જંગલખાતાની ઓફિસનો સંપર્ક કરે અથવા તો મારો પણ સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *