છોટાઉદેપુર જિલ્લાના અલીપુરા ચારરસ્તા પર બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા ના અલીપુરા ચાર રસ્તા પાસે આજે એક વિચિત્ર રીતે બનેલા અકસ્માતના બનાવમાં રોડ નીચે બાજુ મા ઉભેલી એક્ટિવા નો કચરઘણ નીકળી ગયો હતો જ્યારે આજ ટ્રક બાજુ ની દુકાન ના આગળ ના ભાગ માં ઘસી ગઈ હતી જોકે કોઈ જાણહાનિ ન થઈ હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બોડેલી અલીપુરા ચારરસ્તા તરફ દુકાન આગળ મેઈન રોડ પર એક રેતી ભરેલી હાયવાટ્રક ઉભી હતી જેની પાછળ ચારરસ્તા તરફ થી આવતી રેતી ભરેલી એક ટ્રક અથડાઈ હતી અને ટ્રક બધ પડી ગઈ હતી ત્યારે આગળ ઉભેલી હાયવા ટ્રક ના ચાલકે ટ્રક ચાલુ કરી ટ્રક લઈ ને ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ તેની પાછળ અથડાયેલી ટ્રક ના આગળ ના ડ્રાઈવર કેબીન ને નુકસાન થયું હતું અને ડ્રાઇવર ફસાય ગયો હતો જોકે બનાવ બનતા એકત્રિત થયેલો લોકટોળા અને પોલીસતેને મહામુસીબતે બહાર કાંઢયો હતો.

રોડ પર ઉભેલી એક હાઇવા ટ્રક ની પાછળ બીજી એક ટ્રક ઘુસી અથડાઈ જતા બનેલા અકસ્માત માં આબંધ પડેલી ટ્રક ને રોડ ની સાઈડ માં લેવા માટે પોલીસે જે.સી.બી મશીનના ચાલકે ટ્રક ને ધક્કો મારતાં ટ્રક રોડ ની નીચે ઉતરી પડી હતી અને રોડ ની નીચે પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટર ને અડફેટમાં લેતા એક્ટિવા નો કચ્છરઘણ નીકળી ગયો હતો અને ટ્રક બાજુ ની દુકાન મા આગળ ના ભાગ મા ઘૂસી ગઈ હતી આદુકાન ની આગળ ના ભાગે એક એમ.જી.વી.સી.એલ નું ડીપી પણ આવેલું છે જે થોડાક માટે રહી ગયું હતું અને મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *