રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેર કાયદેસર રીતે પ્રતિબંધિત સિગારેટ તથા તમાકુની બનાવટનું વેચાણ કરતા વ્યક્તિ ઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા ૨૦/૦૭ /૨૦૨૦ સુધી ડ્રાઇવનું આયોજન કર્યું હોય જે આધારે પોલીસ અધિક્ષક હિમકરસિંહ,નર્મદા જિલ્લાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ.ઓ.જી.શાખા નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા ડેડીયાપાડા ટાઉન વિસ્તાર માંથી (૧)જશુભાઇ દલુભાઇ માળી (રહે. ડેડીયાપાડા )ને સિગારેટ ના પેકેટ નંગ-૨૬ કિ.રૂ.૫૨૦૦ ગેરકાયદેસરના સિગારેટ ના જથ્થા સાથે તથા (૨)મુનાફઅલી ઇટ્રિશભાઇ ખત્રી (રહે.ડેડીયાપાડા ) ને સિગારેટના પેકેટ નંગ-૮ કિ.રૂ.૧૯૨ ના ગેરકાયદેસરના પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે ઝડપી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.