મોરબી: હળવદના ૬૭ વર્ષના મહિલા વૃધ્ધ કોરોનાને માત આપતા હોસ્પીટલમાંથી રજા અપાઈ.

Corona Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ દંતેશ્વર દરવાજા વિસ્તારમાં રહેતા અને હાલ કોયબા રોડ પર આવેલ તેઓની વાડીએ રહેતા હનિફાબેન મોહમ્મદભાઈ લોલાડીયા (ઉં.વ.૬૭) ને તા.૫ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આજે તેઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે એટલે આમ હળવદમાં કુલ ૬ કેસમાંથી ૫ કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેથી હાલ હળવદમાં હવે માત્ર એક એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *