રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બનવવામાં આવી જેની સાથે સાથે ધોરડો માં બનેલ ટેન્ટ સિટીજેવી ૨ ટેન્ટ સિટી અહીંયા પણ બનાવવામાં આવી આ ટેન્ટ સિટી ૧ ખાતે વર્ષ ૨૦૧૮ માં તારક મેહતા કે ઉલ્ટા ચશ્માંની ટીમે પણ મુલાકાત લીધી હતી હાલ માં કોરોના વાયરસ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૫ માર્ચ થી પ્રવાસીઓ બંધ રાખવામાં આવ્યું છે જેની અસર ટેન્સિટી ઉપર પણ રહી છે સ્ટેચ્યુ પાર પ્રવાસીઓ નથી આવતા જેથી ટેન્ટસિટી પણ 3 મહિના થી બંધ હાલત માં જ હતી પણ હાલ માંજ સરકારે હોટલો ખોલવાની મંજૂરી આપી ત્યારથી ટેન્ટ સિટી પણ ખોલવામાં આવી છે હાલમાં પ્રવાસીઓ ટેન્ટ સિટીનો લાભ લઈ રહ્યા છે હાલ ચોમાસુ શરુ થતા ટેન્સિટીની આજુબાજુ ના ડુંગરો લીલાછમ થઈ
ગયા છે જેથી અહીં નું વાતાવરણ ખુશનુમા બન્યું છે ટેન્સિટી ઓથોરિટી દ્વારા ટેન્ટ સિટી ખાતે ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ માટે પોતાની વેબસાઈટ પર જાહેરાત પણ આપી છે જેથી ટેન્સિટી ખાતે લગ્ન માટે પુછપરછ પણ શરુ થઈ ગઈ છે લોકડાઉં પેહલા ટેન્ટસિટી ખાતે લગ્ન ના ૩ પ્રસંગો થઈ ચુક્યા છે હાલ અનલોક-૨ માં પણ લગ્ન માટે ની ઈન્કવાયરી આવી રહી છે જેમાં સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે લગ્નમાં માત્ર ૫૦ લોકો માટે જ મંજૂરી મળશે અને ટેન્ટ સિટી ખાતે જો કોઈએ લગ્ન પ્રસંગ યોજવો હોઈ તો તેનો ખર્ચ ૨,૫૦,૦૦૦ રૂપિયા કરવો પડશે જેમાં ટેન્ટ સિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો નું પાલન કરવું પડશે ખાસ વરરાજા અને કન્યા માટે અલગ થી એક રૂમ બુક કરવામાં આવશે જેમાં એક વેડિંગ કેક ની વ્યવસ્થા પણ કરવામાં આવશે આ પેકેજ માં જમવાની વ્યવસ્થા પણ હશે સાથે સાથે ટેન્ટ સિટી ખાતે ૧૭ રૂમ પણ આપવામાં આવશે જો કોઈ થીમ નક્કી કરવામાં આવશે તો તેની પણ વ્યવસ્થા કરી આપશે ખાસ કરીને ટેન્ટસિટી ની આજુબાજુ નું વાતવરણ ખુબ સારું હોવાથી આગામી ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર માં અહીં લગ્ન યોજાઈ શકે છે જ્યારે પંચમહાલ મિરરની વાતચીત માં ટેન્ટસિટીના ઓપરેટિંગ મેનેજર ચેતન વર્મા એ જણાવ્યું હતું કે અત્યારસુધી ત્રણ થી ચાર વેડિંગ લોકડાઉન પેહલા થઈ ચુક્યા છે આ ત્રણ મહિના લોકડાઉન માં ઘણા મેરેજ હતા જે થવા જોઈતાહતા પણ થયા નથી હાલ માં અમે એક પેકેજ બન્વ્યું છે જેમાં ૫૦ લોકોને આવાની મંજૂરી મળશે આ પેકેજ મેં ૨,૫૦,૦૦૦ નું પેકેજ છે જેમાં ૫૦ લોકો મેરેજ માં આવી શકે જેમાં જમવાનું અને ડેકોરેશન અમે આપીશું જેમાં બ્રાઈડ અને ગ્રૂમ માટે એક રમ ડેકોરેશન કરી ને આપીશું અને સીટી ડેસ્ટિનેશ વેડિગ કરતા લેગ હશે અમારી પાસે ૩ લોજ છે જેમાંથી જે પસન્દ કરશે ત્યાં અમે ડેકોરેશન કરી આપીશું વેડિંગ ડેસ્ટિનેશ અહીં પ્રાઈમ જગાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અમારી ટેન્ટ સિટી ૨ વર્ષ થી ચાલે છે એટલે અહીં મેરેજ ફંક્શન તો થવા જોઈએ કારણ કે જે રીત નું અહીં વાતાવરણ છે અહીં આવનાર મેહમાનને સેપરેશન મળશે અને અહીં આવનારને અમે સારી સર્વિસ આપી શકીશું ૩ મેરેજ ફંક્શન અહીં થઈ ચુક્યા છે જ્યારથી અમે પેકેજ સોશ્યિલ મીડિયા પર મુખ્ય છે જેમાંથી પુછપરછ માટે આવી રહ્યં છે અને નવેમ્બર અને ડિસેમ્બર માં કદાચ મરેજે નું આયોજન અહીં થઈ શકે છે અને સરકાર ની દરેક ગાઈડલાઈન નું અમે પાલન કરી રહ્યં છે અને જે લોકો મેરેજ માટે આ જગાય ની પસંદગી કરશે તો કોવિડ ની ગાઈડલાઈન નું એમની પાસે પણ પાલન કરાવીશું.