રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪૪૮ થવા પામી છે. ભાવનગરના કમલ એપાર્ટમેંટ ખાતે રહેતા ૪૬ વર્ષીય કમલેશભાઈ ગણાત્રા, પીરછલલા, ભાદેવાની શેરી ખાતે રહેતા ૪૯ વર્ષીય રાજેશભાઈ દિહોરા, આર.ટી.ઓ., મધુવન સોસાયટી ખાતે રહેતા ૩૬ વર્ષીય ભરતભાઈ મોણપરા, કાળીયાબીડ ખાતે રહેતા ૫૮ વર્ષીય ગણપતભાઈ જોષી, ભાયાણીની વાડી ખાતે રહેતા ૫૮ વર્ષીય ચિરાગભાઈ ગોહિલ, બાંભણીયાણી વાડી, વિદ્યાનગર ખાતે રહેતા ૮૦ વર્ષીય લાલજીભાઈ વિરાણી, કાળીયાબીડ ખાતે રહેતા ૪૯ વર્ષીય રૂપાબેન કરીયા, બાંભણીયાણી વાડી, વિદ્યાનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય દિનેશભાઈ વિરાણી, ચિત્રા ખાતે રહેતા ૨૧ વર્ષીય વિશાલભાઈ મેર, કાળીયાબીડ, પટેલ પાર્ક ખાતે રહેતા ૨૭ વર્ષીય કૃણાલભાઈ આંબોલીયા, હાદાનગર ખાતે રહેતા ૭૭ વર્ષીય ધાર્નીબેન પોલાદરા, ગોકુળનાગર, ભરતનગર ખાતે રહેતા ૫૪ વર્ષીય ગિરીશભાઈ પંડ્યા, નિર્મળનગર ખાતે રહેતા ૨૨ વર્ષીય સાગરભાઈ વારીયા, સાગવાડી, કાળીયાબીડ ખાતે રહેતા ૩૩ વર્ષીય ચિરાગભાઈ પરમાર, પાલીતાણાના હાઈકોર્ટ રોડ, ખાતે રહેતા ૫૨ વર્ષીય કાન્તુબેન કટારીયા, મહુવાના નૈપ, વાણીયા શેરી ખાતે રહેતા ૭૦ વર્ષીય બચુભાઈ બારૈયા, મહુવાના લોંગડી ખાતે રહેતા ૫૬ વર્ષીય ઠાકરશીભાઈ માણીયા, મહુવાના મોટા આસરાણા ખાતે રહેતા ૩૦ વર્ષીય રમેશભાઈ હડિયા, સિહોરના સ્ટેશન રોડ ખાતે રહેતા ૪૩ વર્ષીય ભાવેશભાઈ ગોરડીયા, સિહોરના સોનગઢ ખાતે રહેતા ૨૯ વર્ષીય મહેશભાઈ આલ, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીયલાભશંકરભાઈ મહેતા, નેસવડના ખોડિયારનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય નરશીભાઈ સાંખટ, મહુવાના શિવમ સોસાયટી ખાતે રહેતા ૬૫ વર્ષીય પરશોત્તમભાઈ કારાસરીયા, ઉમરાળાના હડમતીયા ખાતે રહેતા ૩૫ વર્ષીય જીગ્નેશભાઈ કાળાણી અને પાલીતાણા ખાતે રહેતા ૬૨ વર્ષીય મંગુબેન પીપળીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર અર્થે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૩૦ જુનના રોજ મહુવાના ભાદ્રા ગામ ખાતે રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ સીસારા, તા.૦૨ જુલાઈના રોજ ભાવનગરના માધવાનંદ, ચિત્રા ખાતે રહેતા ૪૩ વર્ષીય કરણભાઈ ચાવડા, તા.૩૦ જુનના રોજ ભાવનગરના કાળીયાબીડ, ક્રિષ્ના સોસાયટી ખાતે રહેતા ૫૨ વર્ષીય અલ્કાબેન શેઠ, બોટાદના બરવાળા ખાતે રહેતા પોપટભાઈ વઢવાણીયા, તા.૩૦ જુનના રોજ ભાવનગરના પટેલ પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા ૪૨ વર્ષીય ગીતાબેન ઈટાળીયા, તા.૩૦ જુનના રોજ ભાવનગરના નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા ૨૩ વર્ષીય શીતલ સોલંકી, તા.૦૧ જુલાઈના રોજ ભાવનગરના શ્રીપાલ એપાર્ટમેન્ટ, તખ્તેશ્વર ખાતે રહેતા ૩૭ વર્ષીય નરેશભાઈ જેઠવા અને તા.૨૪ જુનના રોજ બોટાદના પઠાણવાડી ખાતે રહેતા ૬૫ વર્ષીય સિરિનબાનુ ખોખરનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
આમ જિલ્લામા નોંધાયેલા ૪૪૮ કેસ પૈકી હાલ ૨૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૧,૯૪૨ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.