વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે.
માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું. રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે.
હવે ઘણી જગ્યાએ વૃક્ષોનું મહત્વ ને સમજી ને લોકો દ્વારા ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી સૃષ્ટિસૌંદર્યમાં વધારો કરી શકાશે. તેથી આજરોજ વૃક્ષોના મહત્વને ધ્યાને રાખી કાલોલ તાલુકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૨ માં સ્થાપના દિન નિમિ્તે કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.