રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના નદોદ તાલુકા ના પોઈચા ગામમાં અગાઉ ની બોલાચાલી બાદ ધારીયા વડે હુમલો કરતા પિતા-પુત્ર ને ઇજા થતાં સારવાર હેઠળ રખાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોઈચા ગામ માં રહેતા ઝવેરભાઇ દલપતભાઇ બારીયા એ રાજપીપળા પો.સ્ટે.માં આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના માલીકીના કેળના વાવેતર વાળા ખેતરમાં કેળોની લુમો કાપી બહાર કાઢતા હતા તે વખતે (૧) સંજય શાંતીલાલભાઇ બારીયા(ર) રાજુ શાંતીલાલભાઇ બારીયા (૩) ગણપત મંગાભાઇ બારીયા (૪) સતીષ ગણપતભાઇ બારીયા તમામ રહે.પોઇચા ત્યાં
આવી ઝવેરભાઈ તેમજ તેમના પુત્ર મિથુન બારીયા ને ગમે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ઝવેરભાઈ ના ખભા ઉપર સંજય બારીયા એ ધારીયુ મારી ઇજા કરી તથા તેમની તોડી નાખી નુક્સાન કરી મારી નાખવાની ધમકી આપી હતી.ઈજા પામેલા ઝવેરભાઈ તેમજ તેમનો પુત્ર મિથુન હાલ રાજપીપળા સિવિલ માં સારવાર હેઠળ છે.ઝવેરભાઈ ના જણાવ્યા મુજબ ૧૫ દિવસ પહેલાં મોબાઈલ ના મેસેજ બાબતે અમારે આ લોકો સાથે મામુલી બોલાચાલી થઈ હતી જેથી હાલ હુમલો કર્યો હતો.