છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાંની ટીતોડ અને કનલવામાં ૩ કેસ પોઝિટિવ આવતા ૩ ગામો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના કવાંટ ,નાની ટીતોડ અને કનલવા માં 3 કેસ પોઝિટિવ આવતા લોકો માં ફફડાટ ફેલાયો હતો કવાંટ ગ્રામપંચાયત સહિત જિલ્લા વહીવટીતંત્ર ,આરોગ્યતંત્ર દોડતું થયું હતું જે વિસ્તાર માંથી કોરોના દર્દી ઓ આવ્યા હતા તે વિસ્તાર ને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા હતા. હાલ સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ફેલાય છે ત્યારે આકોરોના સંક્રમણ થી છોટાઉદેપુરનો કવાંટ તાલુકો દૂર હતો પરંતુ સોમવારે કોરોના ના સંક્રમિત કેસો જણાયા હતા જેમાં કવાંટનગર માં (1) મિહિરભાઈ ભીખાભાઇ પંચોલી રે.કવાંટ પંચોલી ફળિયા (2) તગલીયા ભાઈ રામસિંગભાઈ રાઠવા નાની ટીતોડ (3) પરશુરામ હરસિંગભાઈ રાઠવા રે.કનલવાના.સહિત 3 ગામો ના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સંગ્રતાલુકા સહિત વહીવટી તંત્ર દોડતું થયું હતું આમ કોરોના મહામારી થી કવાંટ તાલુકો પણ બાદ રહ્યો નથી તેથી તાલુકા ની પ્રજામાં આકેસો ને લઈ દહેશત ફેલાવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *